ધાંગધ્રા ગ્રામ્ય વિસ્તારમાં ઝાલાવાડ પંથકમાં આ વર્ષે ખેડૂતોએ ધાણા, ચણા જેવા પાકોનું વાવેતર કર્યું

ધાંગધ્રા ગ્રામ્ય વિસ્તારમાં ઝાલાવાડ પંથકમાં આ વર્ષે ખેડૂતોએ ધાણા, ચણા જેવા પાકોનું વાવેતર કર્યું છે.સરકાર દ્વારા ટેકાના ભાવે ધાણા, ચણા જેવા પાકોની ખરીદી કરતાં ખેડૂતો ધાણા, ચણા ની ખેતી તરફ વળ્યા છે.ધાણા, ચણા ખેતી બિનપિયત હોવાથી ખેડૂતો ને મોટા ફાયદા છે. ધ્રાંગધ્રા પંથકના નુ બીજું નામ આપ્યું છે કે ઝાલાવાડના પંથકના આ વિસ્તારના ખેડૂતો મુખ્યત્વે કપાસ ,એરંડા, જીરું વરીયાળી જેવા પાકો ની ખેતી કરતા હતા. પરંતુ જ્યારે એરંડા કપાસ જીરું, વરીયાળી પાકી જાય ત્યારે બજારમાં તેનો પૂરતા ભાવો ન મળતા અને ટેકનોલોજીના સમયમાં ખેતીમાં પણ આધુનીકરણ આવતા હવે ખેડૂતો અન્ય ખેતી તરફ વળ્યા છે. તેમાંય સરકાર દ્વારા હાલમાં ધાણા ,ચણા માટે ટેકાના ભાવ જાહેર કરતા ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા ઝાલાવાડ પંથકના ખેડૂતો ચણા ,ધાણા જેવા પાકોની ખેતી તરફ વળ્યા છે. અનેક ખેડૂતોએ જણાવ્યું હતું કે જ્યારે કપાસ, એરડા ની ખેતી કરતા ત્યારે એક તો તેના ભાવો ન મળતા મજુરી ખુબ જ હતી અને એરંડા અને કપાસની સાથીઓને જમીનમાં જ સળગાવી પડતી જેને લઇને જમીનમાં ફળદ્રુપતા પણ નસ્ત થઈ જતી. પરંતુ હાલમાં ધાણા, ચણા વાવવાથી તેના છોડના પાંદડાઓ સુકાઈને જમીન પર પડતા તેનું પણ ખાતર બને છે અને જમીનમાંથી ખાર ચૂસીને જમીને ફળદ્રુપ બનાવે છે અને વળી ધાણા, ચણા બિનપિયત પાક હોવાથી ઓછા પાણીએ વધુ પાક લઇ શકાય છે. આમાં ખેડૂતોને ઓછા પાણીએ ઓછી મહેનતે ધાણા, ચણા વાવીને ટેકાના ભાવ મલતા આગામી સમયમાં લગભગ મોટાભાગના ખેડૂતો ધાણા, ચણા વાવેતર કરશે તેમ ખેડૂતે જણાવ્યું હતુ.


રિપોટર બાય: સોલંકી દિપક ભાઈ