સિગ્નલ એપ લઈ રહ્યું છે વ્હોટ્સએપનું સ્થાન, વ્હોટ્સએપનું મહત્વ ઘટ્યું
વ્હોટ્સએપની નવી ટર્મ્સ એન્ડ કન્ડિશન બાદ સિગ્નલ એપ ઘણી જ લોકપ્રિય બની રહી છે. વિશ્વના સૌથી ધનિક શખ્સ એલન મસ્કે પણ પોતાના ફોલોઅર્સને વ્હોટ્સઅપની જગ્યાએ સિગ્નલ એપનો ઉપયોગ કરવાની આગ્રહ કર્યો છે. જે બાદ આ મેસેજિંગ સર્વિસ સિગ્નલના યુઝર્સમાં ઝડપથી વધારો થયો છે. ભારતમાં છેલ્લા એક અઠવાડિયામાં આ એપની ડાઉનલોડિંગમાં 36 ટકાનો વધારો જોવા મળ્યો છે. હવે સિગ્નલ એપએ એક રેકોર્ડ બનાવી લીધો છે. સિગ્નલે વિશ્વના અનેક દેશોમાં એપ સ્ટોરની ફ્રી એપ્સ કેટેગરીમાં પ્રથમ જાળવ્યું છે. જેમાં ભારતમાં તેને વ્હોટ્સઅપ કરતાં પણ ઊચું સ્થાન મેળવ્યું છે. ભારત સિવાય જર્મની, ફ્રાન્સ, ઑસ્ટ્રિયા, ફિનલેન્ડ, હોંગકોંગ, સ્વિત્ઝરલેન્ડમાં પણ સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવતી એપ્સમાં સિગ્નલ પ્રથમ સ્થાને છે.
-મળતી માહિતી મુજબ