ભુજ શહેરની માનસિક બીમાર પરિણીતાનું એસિડ પીધાના એક માસ બાદ સારવાર દરમ્યાન મોત નીપજયું
ભુજ શહેરમાં ધારાનગર ખાતે રહેતી પરિણીતા અજવારૂબેન રિયાઝ મલેક (ઉ.વ.33) માનસિક રીતે બીમાર હોવાથી ગત તા. 14-12ના સાંજે પોતાના ઘરે એસિડ પી ગઈ હતી. તેને સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં અને વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં એક મહિના જેટલી લાંબી સારવાર લીધા બાદ તેમણે ગઈ કાલે અંતિમ શ્વાસ લીધા હતા. આ ઘટનાની વિગત શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેના પતિ રિયાઝે લખાવી હતી. પોલીસે આ ઘટના બાબતે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ