અંજાર પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી.નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સરહદી રેન્જ ભુજની ટીમ
મેં શ્રી જે.આર. મોથલીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ-કચ્છનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ રેન્જ વિસ્તારમાં પ્રોહી.ની બદીને નેસ્તનાબુદ કરવા અસરકારક કામગીરી કરવાની આપેલ સુચના અનુસંધાને પોલીસ ઇન્સપેકટર બી.એસ.સુથાર તથા પો.સબ.ઇન્સ જે.એમ.જાડેજા ના માર્ગદર્શન અને સુચના આધારે સરહદી રેન્જ ભુજ કચ્છની કચેરીના પો.સબ.ઇન્સ શ્રી એન.વી.રહેવર તથા એ.એસ.આઇ.ભરતસિંહ પ્રભાતસિંહ તથા પો.હેડ કોન્સ મહેન્દ્રસિંહ જેઠુભા જાડેજા તથા પો.હેડ કોન્સ બલભદ્રસિંહ રાણા તથા પો.કોન્સ ભાવિનભાઇ બાબરીયા તથા પો.કોન્સ જનકભાઇ લકુમ તથા પો.કોન્સ સામતાભાઇ પટેલ નાઓ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ ખાનગી બાતમી હકીકત આધારે માન કંપનીની સામે રૂષીરાજસિંહ નરપતસિંહ જાડેજા ની વાડીમા રેઇડ કરતા રૂષીરાજસિંહ નરપતસિંહ જાડેજા તથા જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા રહે બન્ને ખેડોઇ તા અંજાર વાળાઓએ ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડની બોટલો વેચાણ સારું રાખેલ હોઇ જે મુદામાલ પકડી પાડી મજકુર બન્ને ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
-રિપોટર બાય: કરણ વાઘેલા, ભુજ