કર્ણાટક: કેન્દ્રિય મંત્રી શ્રીપદ નાઇકાની કારનો અકસ્માત સર્જાયો

કર્ણાટક: કેન્દ્રીય આયુષ મંત્રી શ્રીપદ નાઈક અને તેમનાં પત્ની વિજયાની સાથે ગોકર્ણ જઈ રહ્યા હતા. યેલ્લાપુરથી ગોકર્ણ વચ્ચે તેમના ડ્રાઈવરે કાબૂ ગુમાવી દીધો હતો અને કારનું અકસ્માત થયું હતું. ત્યારે તેમાં અન્ય 4 લોકો પણ સવાર હતા.આ ઘટનામાં નાઇકનાં પત્ની વિજયા અને તેમના પીએનું મૃત્યુ થયું હતું. તો મંત્રી શ્રીપદ નાઇક અને અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. નાઇક અને તેમનાં પત્ની તા.11-1ના સવારે ઉત્તર કર્ણાટકના યેલ્લાપુર ગયાં હતાં. જ્યાં તેમણે ગણપતિ મંદિર, કવાદિકરે મંદિર, પંડવાસી ગ્રામ દીવી મંદિર અને ઈશ્વરા મંદિરમાં દર્શન કર્યાં હતાં.મંદિરમાં દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.આ મંદિરોમાં નાઇક અને તેમના પત્નીએ ગણવાહન અનુષ્ઠાન કરાવીને વિશેષ પૂજા કરી હતી.


-મળતી માહિતી મુજબ