અંજારમાં સગીરનું અપહરણ: સુરક્ષિત રીતે માતા-પિતાને સોંપાઈ

અંજાર પોલીસ સ્ટેશન ગુ.ર.ન -૧૧૯૩003 ૨૧૦૦૩૫/૨૦૨૧ ઓઈ.પી.સી. કલમ ૩૬૩,૩૮૬ , પ ૦૬ ( ર ) , ૨૯૪ ( ખ ) મુજબનો ગુનો આજરોજ તા .૧૬/૦૧/૨૦૨૧ ના રોજ કલાક -00 / ૧૫ વાગ્યે જાહેર થવા પામેલ અને આ કામે ફરીયાદી શ્રી મલયાનિલ ઉર્ફે મેહુલ કનકસિંહ ઉદવાણી ( ઠક્કર ) ઉં , વ .૪૭ રહે.અંજાર વાળાની દિકરી નું ગઈ કાલે કોઈ અજાણ્યા ઈસમ દ્રારા અપહરણ કરી લઈ ગયેલ અને તેઓની પાસે તેમની દિકરીની મુકિત અંગે દશ કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરેલ જે ગુનો શોધી કાઢવા માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર , મોથાલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ નાઓ સુચના આપી તેઓ બન્ને સાહેબશ્રીઓ સિધુ માર્ગદર્શન આપી નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સાહેબના સિધા સુપર વિઝનમાં અંજાર પોલીસ સ્ટેશનના પી.આઈ.શ્રી એમ.એમ.જાડેજા તથા લોકલ ક્રાઈમ બ્રાંચ પુર્વ – કચ્છ ગાંધીધામ ના પી.આઈ.શ્રી એસ.એસ.દેસાઈ તથા પી.એસ.આઈ.શ્રી બી.જે.જોષી નાઓએ લોકલ ક્રાઈમ બ્રાંચ પુર્વ કચ્છ ગાંધીધામ તથા અંજાર પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી ફરી ની દિકરી તથા આરોપીની શોધી કાઢવા પ્રયત્નો ચાલુ કરેલ અને સદર ગુનાની તપાસ ટેકનિકલ સર્વેલન્સ ની મદદ મેળવી તેમજ બાતમીદારોથી હકિક્ત મેળવી આજરોજ આ કામની ફરી.ની દિકરીનો કબજો ફરી.ને સોપવામાં આવેલ . આમ ટુકા સમયમાં ફરી.ની દિકરી અપહરણ કરનારની ચુંગાલ માંથી છોડાવી તેનો કબ્જો તેના પિતાને સોપી આપી થોડા કલાકોમાં ફરી.ની અપહત દિકરીને સલામત અને સુરક્ષીત રીતે અપહતના ચુંગાલ માંથી છોડાવી પરત તેના માતા – પિતાને સોપી આપેલ છે તેમજ આ કામગીરીમાં નાયબ પોલીસ અધિ.શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજાર તથા અંજાર પોલીસ સ્ટેશનના પી.આઈ.શ્રી એમ.એમ.જાડેજા તથા લોકલ ક્રાઈમ બ્રાંચ પુર્વ – કચ્છ ગાંધીધામ ના પી.આઈ.શ્રી એસ.એસ.દેસાઈ તથા પી.એસ.આઈ.શ્રી બી.જે.જોષી તથા લોકલ ક્રાઈમ બ્રાંચ પુર્વ – કચ્છ ગાંધીધામ તથા અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલા અને ફરિયાદી દ્વારા પોલીસ સ્ટાફ નું શાલ ઓઢાડી અને ફૂલ થી સન્માન કરવામાં આવ્યું હતું.

રિપોટર બાય: નિર્મલસિંહ જાડેજા, અંજાર