અંજાર: જીનસ કંપનીમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી
અંજાર તાલુકાનાં મેઘપર બોરીચી નજીક આવેલ આરટીઓ કચેરીની સામે આવેલી જીનસ કંપનીમાં આગનો બનાવ બન્યો હતો. કંપનીમાં વહેલી સવારે અચાનક આગ લાગતા વ્યાપક પ્રમાણમાં નુક્શાનીનો અંદાજ છે. સદનસીબે ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર પ્રાસ થયા ન હતા. પ્રાપ્ત વિગતો મુજબ અંજારની આરટીઓ કચેરી સામે આવેલી ટીવી મેન્યુફેક્ચરીંગ કરતી જીનસ કંપનીમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી હતી. બનાવને પગલે કંપનીના અધિકારી – કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. બનાવ અંગે ફાયર બ્રિગેડ અને પોલીસને પણ જાણ કરાઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. બનાવમાં સદનસીબે કોઈને જાનહાની કે ઈજાઓ પહોંચી નથી. પરંતુ કંપનીમાં વ્યાપક નુકશાનીના સમાચાર મળી રહ્યા છે.
રિપોટર બાય: નિર્મલસિંહ જાડેજા, અંજાર