આગામી પ્રજાસતાક પર્વ પ્રભારીમંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતિમાં ભુજ ખાતે ઉજવાશે

આગામી ૨૬મી જાન્યુઆરી પ્રજાસતાક દિનની ઉજવણી શ્રમ અને રોજગાર તેમજ
કચ્છના પ્રભારી મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતિમાં ભુજ ખાતે કરવામાં આવશે.
આ અંગે કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રીની અધ્યક્ષતામાં પૂર્વ તૈયારીના ભાગરૂપે બેઠક
યોજાઇ હતી.
બેઠકમાં મેદાનની સફાઇ મંડપ, બેઠક વ્યવસ્થા, સુશોભન, ફલેગમાર્ચ, પરેડ નિરીક્ષણ,
પાણીની વ્યવસ્થા, વૃક્ષારોપણ જેવી વિવિધ બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.
અંતર્ગત સબંધિત વિભાગના અધિકારીઓને અમલીકરણ કરવા કલેકટરશ્રી દ્વારા સૂચના
આપવામાં આવી હતી. આ ઉજવણી દરમ્યાન કોરોના અંગેની માર્ગદર્શિકાનું પાલન કરવામાં
આવશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, પૂર્વ કચ્છ એસ.પી.શ્રી સૌરભ સીંઘ,
નિવાસી અધિક કલેકટરશ્રી મેહુલ જોશી, મદદનીશ કલેકટરશ્રી મનીષ ગુરવાણી, ડેપ્યુટી
કલેકટરશ્રી સર્વશ્રી ડો.વી.કે.જોશી, પી.એ.જાડેજા, કે.જી.ચૌધરી, પ્રવિણસિંહ જૈતાવત, મેહુલકુમાર
બરાસરા, પશ્ચિમ કચ્છ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પંચાલ, પૂર્વ કચ્છના નાયબ પોલીસ
અધિક્ષકશ્રી વિપુલ પટેલ તથા સિવિલ સર્જન ડો.કશ્યપ બુચ તેમજ વિવિધ વિભાગના
અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.