કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, ભુજ ખાતે સંકલન સહ
ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં ભુજ ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યે વિવિધ પ્રશ્નો જેવા કે, ખેડૂતોને પાક
માટે તળાવમાંથી કાંપની માટી લઇ જવા માટે પડતી મુશ્કેલીઓ નિવારવા કલેકટરશ્રી સમક્ષ
ઓનલાઇન મંજુરી પ્રક્રિયા સરળ બનાવવા રજુઆત કરી હતી.જે સંદર્ભે કલેકટરશ્રીએ આ
ઓનલાઇન મંજુરી ગ્રામ પંચાયતમાં કરી આપવા સબંધિત અધિકારીઓને તાકિદ કરી હતી.
ભુજ શહેર તથા આસપાસની સાર્વજનિક જગ્યાઓ પર થયેલા ગેરકાયદેસર દબાણો
હટાવવા ભુજ ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યે રજુઆત કરતા કલેકટરશ્રીએ ભુજ પ્રાંત અને
મદદનીશ કલેકટરશ્રી મનીષ ગુરવાનીને આ અંગે પગલાં લેવા સૂચના આપી હતી. આ ઉપરાંત
ભુજ ધારાસભ્યશ્રીએ ભુજિયા ડુંગરની કામગીરી અંગે માહિતી મેળવી હતી.
આ ઉપરાંત તેમણે ભુજ શહેરમાં પાણી-પુરવઠાને લગતા પ્રશ્નો હલ કરવા કલેકટરશ્રી
પાસે રજુઆત કરતા નગરપાલિકાના ચીફ ઓફિસરને આ અંગે ઝડપી કામગીરી કરવા સૂચના
આપી હતી.
આ બેઠકમાં સર્વશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, પશ્ચિમ કચ્છ એસ.પી.શ્રી
સૌરભસિંઘ, નિવાસી અધિક કલેકટરશ્રી મેહુલ જોશી, ભુજ પ્રાંત અને મદદનીશ કલેકટરશ્રી
મનીષ ગુરવાની, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગૌરવ પ્રજાપતિ, નાયબ કલેકટર સર્વશ્રી
ડો.વી.કે.જોશી, પી.એ.જાડેજા, કે.જી.ચૌધરી, પ્રવિણસિંહ જૈતાવત, મેહુલકુમાર બરાસરા, પશ્ચિમ
કચ્છ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પંચાલ, પૂર્વ કચ્છ નાયબ પોલીસ અધિક્ષકશ્રી વિપુલ પટેલ,
સિવિલ સર્જનશ્રી કશ્યપ બુચ તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.