આદિપુરમાં રૂા. 11.50 લાખની જીપકારની ચોરી
આદિપુર: વોર્ડ પ.એ વિસ્તારમાં પ્લોટ નં. 187 નજીક ચોરીનો આ બનાવ તા. 13 થી તા. 16ના સમયગાળામાં બન્યો હતો. કોઈ શખ્સો ઘર પાસે પાર્ક કરેલી જી.જે.3.કે.સી. 2947 નંબરની સ્કોર્પીયો કાર ચોરી ગયા હતા. કારની કિંમત રૂા. 11.50 લાખ આંકવામાં આવી છે. ફરિયાદી ભાવેશ દેવરખીભાઈ આહીર પરિવાર સાથે વતનમાં ગયા હતા.ત્યારે શખ્સો ચોરી કરી ગયા હતા. વધુ એક વાહન ચોરીનો બનાવ પોલિસના ચોપડે નોંધાયો છે. આ ઘટના સાંભળી લોકોમાં ચકચાર પ્રસરી હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
-મળતી માહિતી મુજબ