પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા પોલીસની લોકોને કોમી એકતા જાળવવા આપીલ
હાલમાં કચ્છ જિલ્લામાં અસામાજિક તત્વો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી કોમી એકતાને તોડવાના પ્રયત્નો થઇ રહેલ છે. જે પોલીસના ધ્યાને આવેલ છે. તે તમામ આરોપીઓને શોધી તેઓની ઉપર ગુનાઓ રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ ચાલુમાં છે. જેથી પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લાની જાહેર જનતાને પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે કે, કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લોકોએ ખોટી અફવામાં આવવું નહીં અને સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટા ઓડિયો મેસેજ, તેમજ વીડિયો ક્લિપ બનાવી તેમજ ખોટા મેસેજો વાયરલ કરવા નહીં. પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લાની સાયબર સેલ ટીમ દ્વારા સોશિયલ મીડિયા ઉપર સતત વોચ રાખવામાં આવી રહેલ છે. સોશિયલ મીડિયામાં આવા ખોટા મેસેજો ઓડિયો ક્લિપ કે વિડિયો ક્લીપો વાયરલ કરવામાં આવશે તો તેવા ઈસમો વિરૂધ્ધ ગુનાઓ રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેથી પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લાની જાહેર જનતાને કચ્છની કોમી એકતા જાળવી રાખવા અપીલ કરવામાં આવે છે, તેમજ ખોટા મેસેજો વીડિયો તે ઓડિયો મેસેજ વાયરલ કરતા ઇસમો ધ્યાને આવી તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે.
-રીપોટ બાય: કરણ વાઘેલા, ભુજ