ગોંડલના સુલ્તાનપુરમાં એસ.ટી. પ્રશ્ને અન્યાય : શુક્રવારે ગામ બંધની ચિમકી
રાજકોટ જિલ્લા અને ગોંડલ તાલુકાના છેવાડે આવેલ સુલ્તાનપુર ગામ જેટલું મોટું એટલુંજ દુવિધાઓ મોટી છે ગામથી જિલ્લા કક્ષાએ કે તાલુકા કક્ષાએ જવા માટેના તમામ રોડ રસ્તા જર્જરિત છે સાથે સાથે એસ ટી બસના મોટા ભાગના રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે.
જેમાં ખાસ કરી બગસરા ડેપોની છેલ્લા ૨૫ વર્ષથી ચાલતો રૂટ બગસરા રાજકોટ વાયા સુલ્તાનપુર રૂટને ડેપો મેનેજરની આંડોળાઇથી ઈરાદાપૂર્વક આ રૂટ બંધ કરી દેવામાં આવ્યો છ બગસરા રાજકોટ રૂટ જૂનો રૂટ તો છેજ પણ તે રૂટની બસમાં સુલતાનપુર ગામના આશરે ૩૦ થી ૪૦ લોકો આ બસમાં નિયમિત અપડાઉન કરે છે જેમાં વ્યાપારીઓ વકીલો અને વિદ્યાર્થીઓને ગોંડલ રાજકોટ તરફ જવા માટેની એક માત્ર આ બસ હતી.
આ અંગે ડિવિઝન કન્ટ્રોલમાં તથા બગસરા ડેપોને ગ્રામ પંચાયત તથા સહયોગ મિત્ર મંડળ દ્વારા અનેકવાર રજુઆત કરવા છતાં આજદિન સુધી રૂટ ફરી ચાલુ કરવામાં આવેલ નથી આખરે ગ્રામજનો હવે આંદોલન કરવાના મૂડમાં જે આવતી ૧ તારીખ સુધીમાં રૂટ શરૂ કરવામાં નહિ આવે તો હવે ૫મીથી સુલ્તાનપુર ગામ સજ્જડ બંધ પાડી ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. તેવી ચીમકી સહયોગ મિત્ર મંડળના જયેશભાઇ દવે દ્વારા આપવામાં આવી છે