મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારનો ખેડવાણ જમીનમાં વધારો કરવાનો ઐતિહાસિક નિર્ણય

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારનો ખેડવાણ જમીનમાં વધારો કરવાનો ઐતિહાસિક નિર્ણય મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનના મુખ્ય ઉદેશ્ય રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલી બિન ઉપજાઉ સરકારી પડતર જમીન આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી બાગાયતી અને ઔષધિય પાકોની ખેતી માટે લીઝ ઉપર અપાશે. કૃષિ-બાગાયતી પાકોના ઉત્પાદન અને આવક વધારી રોજગારીની નવી તકો ઉભી કરાશે. એકસપોર્ટ ઓરિએન્ટેડ અને પ્રોસેસિંગ કલસ્ટર ઊભા કરી કાપણી પછીની વ્યવસ્થાપન-વેલ્યુચેઇન-પ્રોસેસિંગ ઊદ્યોગો વિકસાવાશે. બીનઉપજાઉ સરકારી પડતર જમીનોમાંથી ફાળવવા યુકત જમીનના બ્લોકની ઓળખ જિલ્લા કક્ષાએ કલેકટરશ્રીની અધ્યક્ષતાની સમિતિ કરશે. લીઝ માટેની અરજીઓની સ્કૂટિની અને ચકાસણી રાજ્યકક્ષાની ટેકનીકલ કમિટી કરશે. યોજનાના પ્રથમ તબક્કામાં કચ્છ-સુરેન્દ્રનગર-પાટણ-સાબરકાંઠા-બનાસકાંઠા પાંચ જિલ્લાનો સમાવેશ. જમીનના રૂપાંતરિત વેરામાંથી મુક્તિ અપાશે. ૬ વર્ષથી ૩૦ વર્ષ સુધી પ્રતિ એકર પ્રતિવર્ષ રૂ. ૧૦૦થી રૂ. પ૦૦નું ભાડુ લેવાશે. કૃષિવિષયક વીજજોડાણમાં પ્રાયોરિટી મળશે. લીઝ ધારક પોતાના સ્વ વપરાશ માટે જ સોલાર પેનલ-વીન્ડ મીલ લગાવી ઊર્જા ઉત્પાદન કરી શકશે પરંતુ વેચી નહિ શકે. લીઝ મુદત પૂરી થતા પહેલા જમીન પરત કરવાના કિસ્સામાં સરકાર દ્વારા કોઇ જ વળતર મળવાપાત્ર નહિ રહે. જમીન ફાળવણીનો અંતિમ નિર્ણય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને હાઇપાવર કમિટી કરશે