ભુજનું દેશલપર ગામ સજ્જડ બંધ : પાણીના બોરની જમીન ખાનગી ટ્રસ્ટને ફાળવી દેવા ગ્રામજનોમાં રોષ

ભુજ તાલુકાના દેશલપર ગામના લોકોએ આજે સજ્જડ બંધ પાળ્યો હતો. 5000થી વધુની વસ્તી ધરાવતા ગામની પાણીની જરૂરીયાત પૂર્ણ કરતા બોરની જમીન ખાનગી ટ્રસ્ટને તંત્રએ ફાળવી દેતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો. બોરની જમીન પર ટ્રસ્ટ દ્વારા બાંધકામ શરૂ કરી પંચાયત બોરમાં જવાનો રસ્તો બંધ કરી દેવાતા ગ્રામજનો રોષે ભરાયા હતા. ગ્રામજનોનો આક્ષેપ છે કે પંચાયતની સહમતિ વગર જમીન મંજૂર કરી દેવામાં આવી છે. ત્યારે ગ્રામજનોએ એવી ચીમકી ઉચ્ચારી છે કે, જો સમસ્યાનું સમાધાન નહીં આવે તો સંપૂર્ણ ગામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે