ગેરકાયદેસર રીતે દેશી બંદુક રાખનાર ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી., પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી જે.આર.મોથાલીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી સૌરભ સિંઘ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે આદર્શ આચારસંહિતા અમલમાં હોઇ જે અન્વયે પશ્ચિમ કચ્છ- જીલ્લામાં ગેરકાયદેસર રીતે હથિયાર રાખનાર ઇસમો વિરૂધ્ધ સખત કાયદાકીય કાર્યવાહી કરવા માટે સુચના આપેલ હોય જે અનુંસધાને એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ-ભુજનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.આર.ઝાલા સાહેબએ ગેરકાયદેસર હથિયારના કેસો શોધવા સુચના કરેલ જે અન્વયે એસ.ઓ.જી. સ્ટાફનાં માણસો ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેનાં પો.હે.કો. નરેન્દ્રસિહ જેઠુભા ઝાલા નાઓને ખાનગી રાહે મળેલ સચોટ બાતમી હકીકત આધારે તુરંત વર્ક આઉટ કરી મજકુર ઓસમાણ નાથા જત, ઉવ. ૩૩ રહે. જતવાંઢ ઝુરા, તા. ભુજ-કચ્છ વાળાને લોરીયાથી નિરોણા ગામ તરફ જતાં જતવાંઢ ફાટક પાસેથી ગેરકાયદેસર રીતે એક દેશી બનાવટનો બારબોરનો તમંચો મળી આવતાં જેની કિ.રૂ.૨૫૦૦/- તથા સાદો મોબાઇલ ફોન- ૦૧ કી.રૂ।. ૫૦૦/- તથા રોકડ રૂ. ૧૫૦/- એમ કુલ ૩,૧૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી તેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી. નાં 1/€ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.આર.ઝાલા સા. નાઓની સુચનાથી એ.એસ.આઇ. ઘનશ્યામસિંહ જાડેજા, વિજયસિહ યાદવ તથા પો.હે.કો. નરેન્દ્રસિંહ ઝાલા, સુનિલકુમાર પરમાર નાઓ જોડાયેલ હતા.