મોબાઇલનાં શો રૂમમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ,પુર્વ કચ્છ ગાંધીધામ
બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ, ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ, ગાંધીધામ શ્રી મયુર પાટીલ સાહેબ નાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્ક્ત સબંધી ગુનાઓ અટકાવવા અને બનેલ ગુનાઓ શોધી કાઢવા જરૂરી સુચના આપતા આ બાબતે એલ.સી.બી.ની ટીમ મિલકત સબંધી જાહેર થયેલ ગુનાઓને શોધી કાઢવાની કામગીરીમાં હતી તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ગઇ તા.૦૪/૧૦/૨૦૨૦ ના રોજ અંજાર મધ્યે તુરીયાવાડ ફોનહોલીક નામની મોબાઇલના શો રૂમનાં તાળા તોડી અલગ-અલગ કંપનીના મોબાઇલોની ચોરી થયેલ તે ચોરી કરર આરોપીઓમાં માધવ લાભશંકર ભટ્ટ તથા વિષ્ણુ નીતીનભાઇ જોષી વાળાઓએ ચોરી કરી ચોરીનો મુદ્દામાલ મોબાઇલ ફોન ઉજાસ પ્રકાશભાઇ નાયક ને આપેલ હોય મજકુર ત્રણેય ઇસમો ચોશૈનાં ગુનભાં સંડોવાયેલ છે. જેથી મજકુર ત્રણેય ઇસમોને લાવી પુછપરછ કરતા અંજાર શહેરમાંથી ઘરફોડ ચોરી કરેલાની કબુલાત આપતા ચોરીમાં ગયેલ મુદ્દામાલ મોબાઇલ ફોન સાથે ત્રણેય ઇસમોને પકડી વધુ કાર્યવાહી અર્થે અંજાર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.
શોધાયેલ ગુનો :- (૧) અંજાર પો.સ્ટે. ફ.ગુ.ર.નં૧૬૨૮/૨૦ ઇ.પી.કો.ક.૪૫૪,૪૫૭,૩૮૦ વિગેરે
પકડાયેલ આરોપીઓનાં નામ :- (૧) માધવ લાભશંકર ભટ્ટ ઉ.વ.રપ રહે. ગુ.હા.બોર્ડ મ.નં.૯૭ ગાયત્રી ચાર રસ્તા નવા અંજાર (ર) વિષ્ણુ નીતીનભાઇ જોષી ઉ.વ.૨૧ રહે. શીવશક્તિ સોસાયટી મ.-નં.૪, એસ.ટી.વર્કશોપની સામે નખત્રાણા (૩) ઉજાસ પ્રકાશભાઇ નાયક ઉ.વ.૨૮ રહે. એ/૧૧, ઓધવ હોમ્સ, ગોકુલ-૨ર ની બાજુમાં નવા વાસ માધાપર તા.ભુજ મૂદ્દામાલ અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન ચાર્જર તથા ઇયરફોન સાથે – સેમસંગ કંપનીનાં મોબાઇલ ફોન નંગ-૧૩ “એપલ આઇ ફોન મોબાઇલ કોન નંગ-૯ – ઓપો કંપનીનાં મોબાઇલ ફોન નંગ- પ – વીવો કંપનીનાં મોબાઇલ ફોન નંગ- ૪ – એપલ વોચ-૧ કુલે કિરૂ.૬,૬૯,૦૦૦/- આ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એસ.એસ.દેસાઇ તથા પોલીસ સબ ઇન્સપેકટર બી.જે.જોષી તથા એલ.સી.બી. સ્ટાફ જોડાયેલ હતો