૧૦૬ વર્ષનાં આ પિયાનોવાદકે લૉન્ચ કર્યું પોતાનું છઠ્ઠું આલબમ

પોતાનું છઠ્ઠું આલબમ રિલીઝ કરી રહેલાં કોલેટ મેઝ નામનાં ૧૦૬ વર્ષનાં પિયાનોવાદકની આંગળીઓને પિયાનો પર સાહજિકતાથી રમતી જોવી એક આહ્‍લાદક અનુભૂતિ છે. આટલી વયે પણ આંગળીઓ જ્યારે પિયાનો પર ફરતી હોય ત્યારે એમાં જરા પણ કંપન થતું જણાય નહીં. ૧૯૧૪માં જન્મેલાં કોલેટ મેઝના પરિવારનું વાતાવરણ ખૂબ જ સખતાઈભર્યું હતું. તેમણે પ્રારંભિક શિક્ષણ તેમની માતા પાસે મેળવ્યું હતું. પૅરિસમાં કૉલેજ કરવા ગયાં ત્યારે તેમણે મ્યુઝિક સ્કૂલમાં સહાયક તરીકે કામ કર્યું હતું. તેમનું છઠ્ઠું આલબમ ત્રણ વિભાગમાં છે, જેમાં ડેબ્યુસી અને અન્ય પ્રખ્યાત ફ્રેન્ચ પિયાનોવાદક એરિક સેટીનાં ગીતો છે. તેમનું કહેવું છે કે સંગીત એ મારા હૃદય અને આત્માનો ખોરાક છે.