છેલ્લા 24 કલાકમાં દેશમાં નોધાયા 11831 નવા કેસ, અત્યાર સુધી 58 લાખ લોકોને મુકાઇ કોરોના રસી

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ રોગચાળાના 11 હજાર 831 નવા કેસ નોંધાયા છે. ગઈકાલે 84 લોકોનાં કોરોનાને કારણે મોત નીપજ્યાં હતાં. આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે દેશમાં અત્યાર સુધીમાં લગભગ 58 લાખ લોકોને રસી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય કાર્યકરોને દેશવ્યાપી કોરોના વાયરસ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત પ્રથમ રસી આપવામાં આવી રહી છે.આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરના આંકડા મુજબ દેશમાં કોરોનાના પોઝીટીવ કેસની સંખ્યા એક કરોડ આઠ લાખ 38 હજાર 194 પર પહોંચી ગઈ છે. તેમાંથી એક લાખ 55 હજાર 80 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં હાલમાં સક્રિય કેસની સંખ્યા એક લાખ 48 હજાર 609 છે અને ડિસ્ચાર્જ થયેલા કેસની સંખ્યા એક કરોડ પાંચ લાખ 34 હજાર 505 છે. અત્યાર સુધીમાં કુલ 58 લાખ 12 હજાર 362 લોકોને કોરોના વાયરસની રસી આપવામાં આવી છે.ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ માહિતી આપી છે કે ગઈકાલ સુધીમાં ભારતમાં કોરોના વાયરસ માટે કુલ 20 કરોડ 19 લાખ 614 નમૂના પરીક્ષણ કરવામાં આવ્યા છે, જેમાંથી ગઈકાલે પાંચ લાખ 32 હજાર 236 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.