બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના બેલા ગામ થી વહીયા ગામ વચ્ચે બની રહેલ રોડ નું કામ એક વર્ષથી અધ્ધરતાલ, લોકોને પડી રહી છે ભારે હાલાકી

જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા બે ગામ ને જોડતો બની રહેલ ત્રણ થી ચાર કિલોમીટર લાંબો રોડ નું કામ છેલ્લા આઠ મહિનાથી બંધ હાલતમાં છે લોકોના અવર-જવર માટે તેમજ સ્થાનિક વાહનચાલકો માટે સુવિધા વધારવા માટે આ રોડનું નિર્માણ થઈ રહ્યું હતું પરંતુ અગમ્ય કારણોસર કોન્ટ્રાક્ટર દ્વારા મસ મોટા પથ્થર કપચા નાખી આ કામ છેલ્લા આઠ મહિનાથી બંધ કરી દીધેલ છે, ત્યારે સુવિધાને બદલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે આ રોડ પરથી પસાર થતા વાહનો ને વારંવાર અકસ્માત નડે છે બાઇકો પલટી ખાઈ જાય છે તેરે સરકારશ્રીની સુવિધા વધારવાની નેમને હાલ તો બટ્ટો લાગ્યો હોય તેમ આ રોડના અધુરા કામને કારણે સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલી ઊભી થઈ છે હવે જોવાનું એ રહે છે કે રોડ કામ પૂર્ણ ક્યારે થાય છે ….!