કચ્છ-મુંદ્રા પોલીસના અત્યાચારના વિરોધમાં જામજોધપુરમાં આવેદનપત્ર પાઠવીને ન્યાયની માંગ

ચ્છ જિલ્લાની મુંદ્રા પોલીસ દ્વારા સમાધોધાના ત્રણ ગઢવી યુવકોને કોઇ પણ ગુના વિના ગેરકાયદેસર રીતે ગોંધી રાખીને તેમના પર સળંગ સાત દિવસ અમાનવીય સીતમ ગુજારવામાં આવ્યો હતો. સાત-સાત દિવસ તેમને ખાવા પીવાનું પણ આપવામાં ન આવ્યો હતો અને ત્રણ પોલીસ કર્મીઓ દ્વારા આ યુવકોને અવિરત ઢોરમાર મારવામાં આવ્યો હતો. ત્રણેય યુવકો પર થર્ડ ડિગ્રી ટોર્ચર કરવામાં આવ્યું હતું.

પોલીસ દ્વારા કોઇના ઇશારે ચારણ યુવકોને આ અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો અને બે યુવકોના મોત થયા છે.

આ અનુસંધાને જામજોધપુર ખાતે આજરોજ અહીંના નાયબ મામલતદારને મૃતકોના ન્યાય અપાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જામજોધપુર ચારણ સમાજ અને જામજોધપુર સોનલ યુવક મંડળ દ્વારા આ આવેદનપત્ર આપતી વખતે આ વિસ્તારના ક્ષત્રિય સમાજ, રબારી સમાજ પટેલ સમાજ, આહીર સમાજ અને દરેક જ્ઞાતિના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.