કચ્છમાં નગર પાલિકા – પંચાયત માટે ચૂંટણીનો ધમધમાટ શરૃ

19b15c3b10d3dba37fb118de249595cab17b8b3c13dc253f4a8bcd7779477ae6

કચ્છ સહિત રાજ્યની ૫૫ નગરપાલિકાઓ, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૧ તાલુકા પંચાયત માટે ચુંટણીનું જાહેરનામું પ્રસિધૃધ થતાંની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૃ થઈ છે. ૧૩મી સુાધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. પહેલા દિવસે એકપણ ઉમેદવારી પત્ર ભરાયું નથી.મળતી માહિતી મુજબ જાહેરનામું પ્રસિધૃધ થતાં દાવેદારો પોતાના ફોર્મ ભરવા માટે સક્રીય થયા છે.કચ્છની વાત કરીએ તો જિલ્લા પંચાયતની ૪૦, ૧૦ તાલુકા પંચાયતની ૧૮૬, ૫ નગરપાલિકાની ૧૯૬ બેઠકોની ચુંટણી યોજાનારી છે. ચુંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો ૧૩મી ફેબુ્રઆરી સુાધીમાં નામાંકન પત્ર દાખલ કરી શકશે. ૧૫ મીના પત્રો ચકાસવામાં આવશે જ્યારે ૧૬મીના ઉમેદવારી પત્ર પાછા ખેંચી શકાશે. પંચાયત અને પાલિકા માટે ૨૮મી ફેબુ્રઆરીના રોજ સવારે ૭ વાગ્યાથી લઈ સાંજના ૬ વાગ્યા સુાધી મતદાન યોજાશે જો ફરી મતદાનની જરૃર ઉભી થઈ તો ૧લી માર્ચના રોજ મતદાન કરાવવામાં આવશે. ૨ માર્ચે નિયત સૃથળે મત ગણતરી કરવામાં આવશે. સમગ્ર ચુંટણી પ્રક્રિયા ૫ માર્ચના પુર્ણ થઈ જશે.