મુન્દ્રા તાલુકા વિકાસ અધિકારીનું સન્માન કરવામાં આવ્યું

મુન્દ્રા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે હાલમાં નિમણૂંક થયેલ વી.એમ.ચંદેને ચંદે પરિવાર તથા અનેક પરિવાર દ્રારા આવકારી સન્માનીત કરવામાં આવ્યા હતા. એક કચ્છી અધિકચરીની નિમણૂંક કરવામાં આવતા સ્થાનીક સાથે કચ્છીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહૃાો છે. લાંબા સમય સુધી તાલુકા પંચાયત મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તરીકે સુંદર કામગીરી કરનાર કચ્છી અધિકારીની છાપ ચંદે ધરાવે છે. ત્યારે આજે તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમણૂંક થતા ચંદે પરીવાર, સ્થાનીક કર્મચારીઓ, સરપંચો, રાજકીય આગેવાનો, સામાજીક આગેવાનો, વિવિધ સમાજ દ્રારા અભિનંદન પાઠવ્યા હતા. ચંદે પરીવાર વતી રમેશભાઇ, ભરતભાઇ, જમનાદાસ, કારાભાઇ, વેલજીભાઇ, સુરેશભાઇ, કાનજીભાઇ, હરીભાઇ, માલશીભાઇ વગેરે પરીવાર જનો વતી આવકારવામાં આવ્યા હતા. ભાજપ કોંગ્રેસના આગેવાનો વતી વિશ્રામભાઇ ગઢવી, છાયાબેન ગઢવી, સામજી સોધમ, ચંદુભા જાડેજા, કીર્તી રાજગોર, મુકેશ રાજગોર, ભાવનાબેન ગોર, ઝરપરા સરપચં સામરાભાઇ સેડા, ખુશ્બુ શર્મા, ધનજી ધેડા, નાનજી મહેશ્ર્વરી, રસુલખાન પઠાણ, શકિતસિંહ જાડેજા, જયેશ આહીર, ભોજરાજ ગઢવી, કીશોરસિંહ પરમાર, લાલુભા પરમાર,  નરપસિંહ જાડેજા, અસલમભાઇ તુર્ક, હરેન્દ્રસિંહ જાડેજા વગેરેએ નવનિયુકત ચંદેને આવકારી અભિનંદન પાઠવ્યા હતા. અંતે ઉલ્લેખનીય છે કે ચંદે એક સેવાભાવીકની છાપ ધરાવતા અધિકારી રહૃાા છે. ત્યારે આજે નિમણૂંક પામેલ ચંદેને તલાટી મંડળ સાથે વિવિધ સમાજના લોકોએ આવકારી અને અભિનંદન પાઠવ્યા હતા.