મધ્યસ્થ જેલ, રાજકોટમા ખુનના ગુનામા આજીવન કેદની સજા ભોગવતા વચગાળાના જામીન પરથી છેલ્લા નવ વર્ષથી ફરાર પાકા કામના કેદીને આડેસર ગામેથી પકડતી પાડતી પેરોલ ફર્લા સ્કોડ, પશ્ચિમ કચ્છ ભુજ
સરહદી રેન્જ ભુજના આઈ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબના માગેદર્શન હેઠળ તેમજ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘ સાહેબ નાઓ ધ્વારા પશ્ચિમ કચ્છ-ભુજ જીલ્લામા નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગે ખાસ ડ્રાઇવ રાખવામાં આવેલ હોય તેમજ પેરોલ,ફર્લો,વચગાળા જામીન,પોલીસ જાપ્તા ફરારી તેમજ જેલ ફરારો કેદી/આરોપીઓને પકડવા સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને પેરોલ ફલો સ્કોડ, ભુજના પો.સ.ઈ. તેમજ તેમના સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા. ભુજતાલુકા પો.સ્ટે. ફ.ગુના નં.૪૨/૨૦૦૯ ઇપીકો કલમ-૩૦૨,૧૧૪ મુજબના ગુના કામે આજીવન કેદની સજા થયેલ આરોપી વિપુલ ઉર્ફ વિભો નાગજી માધા દેવીપુજક રહે.મેળાના મેદાન પાસે ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળો રાજકોટ મધ્યસ્થ જેલમા પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો હતો તે દરમ્યાન તા.૨૯/૮/૨૦૧૨ ના દિન-૩૦ ના વચગાળા જામીન ઉપર છુટેલ તેને તા.૨૯/૯/૨૦૧૨ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતુ પરંતુ મજકુર હાજર થયેલ નહી અને છેલ્લા નવ વષેથી નાસતો ફરતો હતો આ આરોપીને શોધવા પેરોલ ફર્લા ધ્વારા છેલ્લા દોઢેક મહીનાથી સતત વર્કઆઉટ ચાલુ રાખેલ હતુ દરમ્યાન બાતમીદારો મારફતે હકિકત મેળવતા આ આરોપી હાલે સામખીયાળી-આડેસર બાજુ ભંગારની ફેરીનો ધંધો કરતો હોવાની માહિતી મળેલ હતી. જ માહિતી અનુસંધાને આજરોજ પેરોલ ફર્લા સ્કોડના પો.સ.ઇ. શ્રી એસ.એ.મહેશ્વરી તથા સ્ટાફના માણસો પુર્વ કચ્છ જીલ્લાના આડેસર ગામે આવતા પો.સ.ઇ. શ્રી એસ.એ.મહેશ્વરી તેમજ પો.હેડ કોન્સ. ધમેન્દ્ર મૂળશંકર રાવલ તથા રઘુવિરસિહ ઉદુભા જાડેજા તથા દિનેશભાઇ ખીમકરણભાઇ ગઢવી નાઓને સંયુક્ત રીતે ખાનગીરાહે સચોટ બાતમી હકિકત મળેલ કે, ઉપરોકત આરોપી આડેસર મધ્યે બેચરીયાવાસ પાસે પડાવ નાખેલ છે જેથી પંચો સાથે ઉપરોકત જગ્યોએ જતા મજકુર કેદી/આરોપી વિપુલ ઉર્ફ વિભો નાગજી માધા દેવીપુજક ઉ.વ. ૩૮ મુળ રહે.મેળાના મેદાન પાસે ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર હાલ રહે.ગઢડા સ્વામી તા.ગઢડા જી.બોટાડ વાળો હાજર મળી આવતા તેને પકડી પાડી તેની પુછપરછ કરતા જણાવેલ કે પોતે રાજકોટ જેલમા ખુનના ગુનામા આજીવન કેદની સજા ભોગવી રહેલ હતો અને વર્ષે ૨૦૧૨ મા વચગાળાના જામીન ઉપર છુટેલ તે પછી હાજર થયેલ નહતો. અને નાસતો ફરતો હતો તેમ જણાવતા તેને સી.આર.પી.સી કલમ-૪૧(૧)(આઈઇ) મુજબ તા.૯/ર/૨૦૨૧ ના ક.૧૮.૧૦ વાગે આડેસર મુકામેથી અટક કરી આગળની કાર્યવાહી માટે ભુજશહેર બી-ડીવીઝન પો.સ્ટે ખાતે સુપ્રત કરવામા આવેલ છે. ઉપરોકત કામગીરીમાં પેરોલ ફ્લો સ્કોડના પો.સબ ઇન્સ.શ્રી એસ.એ.મહેશ્વરી તથા એ.એસ.આઇ હરિલાલ બારોટ તથા પો.હેડ કોન્સ. ધમૈન્દ્ર રાવલ તથા દિનેશભાઈ ગઢવી, રઘુવિરસિહ જાડેજા તથા વિરેન્દ્રસહ પરમાર તથા ડા.પો.કો. સુરેશભાઇ ચૌધરી નાઓ જોડાયેલ હતા.