અંજારમા કેશીયર દ્રારા ૪.૬૩ લાખની ચોરી
આ અંગેની મળતી વિગતો મુજબ અંજાર નજીક આવેલ શેઠયા ટેલિકોમ દુકાનના સંચાલક કલ્પેશ શાંતિલાલ ભીમાણીએ આરોપી પ્રિન્સ નરેન્દ્રભાઈ દિવાણી વિદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં છેલ્લા ચાર વર્ષથી ફરિયાદીની દુકાનમાં કેશિયર તરીકે કામ કરતા હતા દરમિયાન તેની પાસે હિસાબ માંગતા દુકાનેથી ચાલ્યો ગયો હતો જેથી શંકા જતા સીસીટીવી ફટેજ ચકાસ્યા હતા જેમાં આરોપી લાંબા સમયથી રૂપિયાની ચોરી કરતો હોવાનું બહાર આવ્યું હતું આરોપી વિદ્ધ ૪,૬૩,૪૮૬ રૂપિયાની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.