કચ્છ-સૌરાષ્ટ્રમાં ઠંડીમાં ઘટાડો યથાવત
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં ઘટાડો યથાવત છે. અને મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડીની સામાન્ય અસર યથાવત છે.
આજે ગિરનાર પર્વત ઉપર ૭.૪ ડિગ્રી, નલીયામાં ૧૧.૮ ડિગ્રી અને રાજકોટમાં ૧પ.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના હવામાનમાં ભારે ફેરબદલ થઇ રહ્યો છે. અચાનક શિયાળની રફતાર ધીમી પડી જતા ઠંડી ગાયબ થઇ ગઇ છે અને બપોરે આકરાર તાપ સાથે ગરમી પડી રહી છે.
રાજકોટમાં કાલે લઘુતમ તાપમાન ૧પ ડિગ્રી થઇ ગયું હતું. ગઇકાલે કરતા પારો બે ડિગ્રી ઉંચકાયો હતો બપોરે તાપમાન ૩૪ ડિગ્રીને પાર થઇ જતા લોકોએ આકરાર તાપનો અનુભવ કર્યો હતો. સૌરાષ્ટ્રમાં પણ પારો ત્રણ ડિગ્રી સુધી ઉપર ચડતા તમામ શહેરોમાં તાપમાન બે આંકડામાં થઇ ગયું હતું. એક માત્ર ગિરનાર ઉપર જ પારો ૭ ડિગ્રી આસપાસ રહ્યો હતો.
જુનાગઢ
(વિનુ જોશી) જુનાગઢ : જુનાગઢમાં આજે વાદળા છવાયા ઠંડીમાં ઘટાડો થયો છે.
ગઇકાલે જુનાગઢનું લઘુતમ તાપમાન ૧૧.૪ ડિગ્રી રહ્યા બાદ આજે સવારે જુનાગઢ વિસ્તારમાં વાદળા છવાયા જતા લઘુતમ તાપમાન એક ડિગ્રી વધીને ૧ર.૪ ડિગ્રી નોંધાયુ હતુ. જેના પરિણામે લોકોએ ઠંડીથી રાહત મળી હતી.
અહીંના ગિરનાર પર્વત પર સવારનું તાપમાન ૭.૪ ડિગ્રી રહ્યું હતું. સવારનાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૦ ટકા નોંધાયું હતુ અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.૬ કિ.મી.ની રહી હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર શહેરનું લઘુતમ તાપમાન ૧પ ડિગ્રી મહતમ ૩૦ ડિગ્રી હવામાં ભેજ ૬૯ ટકા અને પવનની ઝડપ ર.૬ કિ.મી. પ્રતિ કલાક રહી છે.
કયાં કેટલી ઠંડી
શહેર | લઘુતમ |
તાપમાન | |
ગિરનાર પર્વત | ૭.૪ ડિગ્રી |
જુનાગઢ | ૧૧.૮ ડિગ્રી |
અમદાવાદ | ૧૩.૦ ડિગ્રી |
ડીસા | ૧ર.૭ ડિગ્રી |
વડોદરા | ૧ર.૮ ડિગ્રી |
સુરત | ૧૬.ર ડિગ્રી |
રાજકોટ | ૧પ.૪ ડિગ્રી |
કેશોદ | ૧૩.ર ડિગ્રી |
ભાવનગર | ૧પ.૦ ડિગ્રી |
પોરબંદર | ૧૩.૦ ડિગ્રી |
વેરાવળ | ૧૭.૪ ડિગ્રી |
દ્વારકા | ૧૮.૦ ડિગ્રી |
ઓખા | ૧૮.૪ ડિગ્રી |
ભુજ | ૧૮.૦ ડિગ્રી |
સુરેન્દ્રનગર | ૧પ.૮ ડિગ્રી |
ન્યુ કંડલા | ૧૬.૩ ડિગ્રી |
કંડલા એરપોર્ટ | ૧પ.ર ડિગ્રી |
અમરેલી | ૧૪.ર ડિગ્રી |
ગાંધીનગર | ૧૦.૦ ડિગ્રી |
મહુવા | ૧૩.૩ ડિગ્રી |
દિવ | ૧૪.૦ ડિગ્રી |
વલસાડ | ૧૦.પ ડિગ્રી |
વલ્લભ વિદ્યાનગર | ૧૩.૭ ડિગ્રી |