મોટી ખેડોઈ નજીક આવેલી માન કંપનીમાં અકસ્માતે યુવાનનું મોત નિપજ્યું
અંજાર તાલુકાના મોટી ખેડોઈ નજીક આવેલી માન કંપનીમાં અકસ્માતે યુવાનનું મોત નિપજ્યું હતું. ક્રેનથી લોખંડના પાઈપ ખસેડવાની કામગીરીમાં બે પાઈપ વચ્ચે દબાઈ ગયેલા શ્રમિકે જીવ ગુમાવ્યો હતો. જેમાં મુળ યુપીના અને હાલ મોટી ખેડોઈમાં રહેતા દીપચંદ સુન્ને નામના શ્રમિક યુવાનનું મોત નિપજ્યું હતું. કંપનીમાં લોખંડના પાઈપ ક્રેન મારફતે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવતા હતા, દરમ્યાન હતભાગી શ્રમજીવી બે પાઈપ વચ્ચે દબાઈ જતા મોત નિપજ્યું હતું.