ભુજ તાલુકાના હરૂડી-હાજાપરના સીમ વિસ્તારમાં ભીષણ આગ ભભૂકી : મહામૂલું ઘાસ બળીને ખાખ
હરૂડી-હાજાપર જુથ ગ્રામ પંચાયતના સીમાડામાં ભીષણ આગ લાગી હતી. બે દિવસ પૂર્વે પણ આગનો બનાવ બન્યો હતો. અને ગુરેવારે સાંજે પણ ભયંકર આગ ફાટી નીકળી હતી. અંદાજે 6 કિલોમીટર વિસ્તારમાં આગના બનાવને કારણે મહામૂલું ઘાસ બળીને ખાખ થઈ ગયુ હતુ. બે દિવસ લાગેલી આગમાં ગ્રામ પંચાયતનો 90 ટકા સીમાડો બળીને ખાખ થઈ ગયો છે.
બનાવ અંગે હરૂડી-હાજાપર જુથ ગ્રામ પંચાયતના સરપંચ કાનજીભાઈ મહેશ્વરીએ જણાવ્યુ હતુ કે, ગામના સીમાડામાં ગોગારા ટીંબો વિસ્તારથી આસપાસનાં 6 કિલોમીટરની રેન્જમાં આગનો બનાવ બન્યો હતો. આગ લાગ્યા પાછળના કારણમાં તેમણે પવનચક્કીના થાંભલાના કારણે શોર્ટ સર્કિટ થવાથી બનાવ બન્યો હોવાનું જણાવ્યુ હતુ. બે દિવસ પૂર્વે પણ આગ લાગી હતી. આમ આગના બે બનાવોમાં ગામનો 90 ટકા જેટલો સીમ વિસ્તાર ખાખ થઈ ગયો છે. આગ પર કાબૂ મેળવવા માટે ગામના 300 જેટલા આગેવાનો-યુવાનો, પધ્ધર પોલીસની ટીમ અને બે ફાયર બ્રિગેડે જહેમત ઉઠાવી હતી. ભુજ સુધરાઈની એકે ફાયર બ્રિગેડ તેમજ બીકેટી કંપનીની એક ફાયર બ્રિગેડે મળીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
બનાવમાં મોટી માત્રામાં ઘાસ બળીને ખાખ થઈ જતા હરૂડી, હાજાપર અને વડવાનાં 700 જેટલા પશુધનને ખાવા-પીવાની મુશ્કેલી ઉભી થશે તેવુ સરપંચે જણાવ્યુ હતુ. આ અંગે તેમણે કલેક્ટર કચેરીમાં તેમજ મામલતદારને પણ રજૂઆત કરવાની વાત કરી