છેલ્લા દોઠ વર્ષ થી ચિંટિંગના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ
મે. પોલીસ મહાનરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ સાહેબનાઓએ પશ્વિમ કચ્છ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગે કરેલ સુચના સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એન.પંચાલ સાહેબ ભુજ વિભાગ ભુજનાઓએ કામગીરી કરવા સુચના કરેલ જે અનુસધાને પોલીસ ઇન્સપેકટર શ્રી પી.એમ.ચૌધરીનાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. ના સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ કિશોરસિહં બી જાડેજાનાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે જામનગર સીટી એ ડીવી પો.સ્ટે ફસ્ટ ગુ.ર.ન-૧૧૪ /ર૦૧૯ ઈ.પી.કો કલમ- ૪૦૭,૧૨ર૦(બી) મુજબના ગુના કામેના આરોપી સિંકંદર જાફર લુહાર રહે.ભુજવાળો પોતાની ઘરપકડ થી બચવાસારૂ નાસતો ફરતો હોઈ જે હાલે મિરઝાપર પોલીસ ચોકી પાસે રોડ ઉપર હાજર છે. તેવી સચોટ બાતમી મળતા સર્વેલન્સ સ્ટાફના માણસો દ્રારા અલગ-અલગ ટીમ બનાવી આ કામેના આરોપીને પકડી લઈ પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરી જામનગર સીટી એ ડિવિ. પો.સ્ટે આરોપીને લઈ જવા માટે જાણ કરવામાં આવેલ છે. » આરોપી:- (૧) સિંકંદર જાફર લુહાર રહે.બકાલી કોલોની આત્મારામ સર્કલ પાસે ભુજ મુળ રહે ગામ-બાલાચોડ તા.અબડાસા આમ ઉપરોક્ત કામગીરીમાં પો.ઈન્સ.શ્રી પી.એમ.ચૌધરી ના માર્ગદર્શન મુજબ એ.એસ.આઈ કીશોરસિંહ બી જાડેજા તથા પો.હેડ.કોન્સ.જગદિશભાઈ ચૌધરી તથા પો.કોન્સ સંજયભાઈ દેસાઈ તથા પો.કોન્સ ભરતજી ઠાકોર તથા પો.કોન્સ, પૃથ્વિરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ રાકેશભાઈ રાજપુત તથા નાઓ જોડાયેલા હતા.