આજથી ભદ્રેશ્વર રોકડીયા હનુમાન મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

ભદ્રેશ્વર, તા.૧૩: અહીંના પ્રસિધ્ધ પૌરાણિક રોકડીયા હનુમાન મંદિરે તા.૧૪ થી ૧૬ ફેબ્રુઆરી દરમ્યાન ત્રિદિવસીય નૂતન મંદિરના શિખર પૂજન, કળશ પ્રતિષ્ઠા તથા ધ્વજારોહણ પૂજન અને ભદ્રકાલ મહાદેવના પરિવારની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રવિવારે ગણપતિ પૂજન, જલયાત્રા તથા મૂર્તિઓની શોભાયાત્રા, સ્થાપિત દેવતાઓનું પૂજન, આરતી તથા સોમવારે દેવતાઓનું પ્રાતઃ પૂજન, અગ્નિ પ્રાગટય, ધાન્યાધિવાસ, મહાઅભિષેક તથા દેવતાઓની આરતી યીજાશે અને મહા સુદ પાંચમ ને મંગળવારે પ્રાણ પ્રતિષ્ઠા, મહા આરતી સાથે કાર્યક્રમની પુર્ણાહુતી થશે. સંતો મહંતોની ઉપસ્થિતમાં રોકડીયા હનુમાન મંદિર સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત ઐતિહાસિક ધાર્મિક પ્રસંગે આસપાસના ગામોના ધર્મપ્રેમી ભકતજનો ઊમટતા ભદ્રેશ્વર ગામે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.