બગોદરા મંગલ મદિર માનવ સેવા આશ્રમ ખાતે સચ્ચિદાનંદ સ્વામીએ મુલાકાત લીધી હતી
બગોદરા:અમદાવાદ જિલ્લાના બગોદરા ગામ હાઈવે પર મંગલ મંદિર માનવસેવા પરીવાર નામ નો આશ્રમ આવેલો છે જેમાં પંડ પીડા એ રજળતાં નિરાધાર માનવીઓની સેવા કરવામાં આવે છે. હાલમાં ૨૬૦થી વધુ લોકો સારવાર લઇ રહ્યા છે 600 થી પણ વધુ બિનવારસી લોકોને સારા કરી ત્યારબાદ તેઓ તેમના પરિવારનું સરનામું મેળવી પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે ત્યારે અમદાવાદ રાજકોટ હાઈવે પસાર થતા સંત સચ્ચિદાનંદ સ્વામી એ પોતાનો કાફલો રોકાવી મુલાકાત લીધી હતી મુલાકાત દરમ્યાન બગોદરા ખાતે માનવ સેવા આશ્રમમાં બિનવારસી લોકોને થઈ રહેલ કાર્ય જોઈ ધન્યતા અનુભવી હતી અને સંત સચ્ચિદાનંદ સ્વામીએ લોકોને પ્રસાદ આપી ને બિનવારસી મહિલાઓને વસ્ત્ર આપી તથા માનવસેવા આશ્રમના સંચાલક દિનેશભાઈ લાઠીયા ને આવા કાર્ય કરવા બદલ બિરદાવ્યા હતા અને આવા કાર્ય કરતા રહો તેવા આશીર્વાદ આપ્યા હતા.
રિપોર્ટર :ગોહેલ સોહીલ કુમાર