૨૧મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ‘વિશ્વ માતૃભાષા દિવસ’ નિમિત્તે મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ‛માતૃભાષાની શાળાઓ પૂછે છે, મારી આ દશા માટે જવાબદાર કોણ?’ આ વિષય પર આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
મુંબઈ ગુજરાતી સંગઠન
૨૧મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ‘વિશ્વ માતૃભાષા દિવસ’ નિમિત્તે મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ‛માતૃભાષાની શાળાઓ પૂછે છે, મારી આ દશા માટે જવાબદાર કોણ?’ આ વિષય પર આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આપણે બધા ગુજરાતી હોવાનો કે ભારતીય હોવાનો ગર્વ લઈએ છીએ, પણ આ ગર્વ શું ફક્ત મોજ-મસ્તીમાં જીવવાથી, મીઠડું ખાવાથી, હરવા ફરવાના શોખીન હોવાથી જ છે, કે ધંધામાં કાબેલિયતને કારણે છે? આ ગર્વ કદાચ આપણી મીઠી-મધુરી માતૃભાષાનાં કારણે જ છે, પણ શું નવી પેઢી આ ગર્વ કરી શકશે? જો તેઓને માતૃભાષા આવડતી જ નહિ હોય, તો ગર્વ શેનો કરશે?
માતૃભાષા ફક્ત બોલવાથી કે સાંભળવાથી જ નથી ટકવાની કે પછી જૂની પેઢીઓ સાહિત્યિક સભાઓ કરશે તેનાથી! તેને ખરા અર્થમાં ટકાવવી હશે તો માતૃભાષાની સરવાણી જ્યાંથી ફૂટીને ગંગાનો અફાટ પ્રવાહ બને અને વિશ્વરૂપી સાગરમાં ભળી જાય છે, તેને સાચવી રાખીને, એનો મહિમા, પ્રચાર-પ્રસાર ગાઈને સમાજને જાગૃત કરીને જ થશે.
આજે આ જ માતૃભાષાની સરવાણી, એટલે કે “માતૃભાષાની શાળાઓ પૂછે છે, મારી આ દશા માટે જવાબદાર કોણ?”
સમાજના દરેકે-દરેક તબક્કે ક્યાંકને ક્યાંક, કોઈને કોઈ રીતે માતૃભાષાની અવગણના થતી આવી છે અને તેનું જ પરિણામ છે, ‘માતૃભાષાની શાળાઓની આજની દશા!’
હવે સમય આવી ગયો છે કે, આપણે જેનો ગર્વ લઈએ છીએ તેની આ દશા માટેની જવાબદારી પણ સ્વીકારીએ અને આત્મમંથન કરી તેના ઉપાય વિચારીને પાછા ઉત્થાન તરફ વાળીએ.
આને ફક્ત સ્પર્ધા તરીકે કે હાર-જીત તરીકે ન લેતા, આત્મમંથન માટેનો એક માર્ગ સમજશું તો જ સાચા અને પરિણામકારી ઉપાયો મળશે અને તે જ આપણી સૌની સૌથી મોટી જીત ગણાશે.
રજિસ્ટ્રેશન શરૂ થશે ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૧
રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ ૫ માર્ચ ૨૦૨૧
સ્પર્ધામાં આકર્ષક ઇનામ (અંદાજે કુલ રૂ. ૫૦,૦૦૦ + દરેક સ્પર્ધકને ઇ-પ્રમાણપત્ર)
સ્પર્ધાઓ
(અ) વ્યંગ કાવ્ય (Ironic Poem):- સ્વરચિત, પઠન કરીને વીડિયો ૩ મિનિટ
(બ) શેરી નાટક :- ૫ થી ૭ મિનિટ
(ક) વાદ-સંવાદ (Debate):- ૭ થી ૧૦ મિનિટ (૨ કે તેથી વધુ સ્પર્ધક ભાગ લઈ શકશે.)
(ડ) લઘુ ચલચિત્ર (Short Film):- ૫ થી ૬ મિનિટ
(ઈ) વક્તૃત્વ સ્પર્ધા (Elocution):- ૫ થી ૬ મિનિટ
સામાન્ય નિયમો:-
૧. તમે આ સ્પર્ધામાં ઉપર જણાવેલ કૃતિઓ દ્વારા સહભાગી થઈ શકો છો.
૨. એક કે તેથી વધુ કૃતિ તૈયાર કરી પણ ભાગ લઈ શકાશે, પણ એક સ્પર્ધામાં એક જ કૃતિને માન્યતા મળશે.
૩. આ સ્પર્ધામાં કોઈપણ વયજૂથના સભ્યો, શાળા અને મહાવિદ્યાલયના વિધાર્થીઓ, શિક્ષકો અને માતૃભાષા પ્રેમીઓ સહભાગી થઈ શકશે.
૪. સંપૂર્ણ સ્પર્ધાનું આયોજન ઓનલાઈન થશે.
૫. ૨૧મી ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ આપેલ ગૂગલ ફોર્મની લિંક દ્વારા રજિસ્ટ્રેશન સ્વીકારવામાં આવશે. રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ ૫ માર્ચ ૨૦૨૧ રહેશે.
૬. આ સ્પર્ધામાં અન્ય કોઈ સ્પર્ધામાં મોકલેલી અથવા સ્પર્ધા જાહેર થયા પહેલાં બનાવેલ(જૂના) વીડિયો સ્વીકારવામાં આવશે નહિ.
૭. સ્પર્ધકે સ્પર્ધા માટે નિયમો અને વિષયને અનુસરી ફરજિયાત નવો જ વીડિયો બનાવવાનો રહેશે.
૮. બધી જ કૃતિઓ વિષયને અનુરૂપ જ હોવી જોઈએ.
૯. વીડિયોમાં સ્પષ્ટ અવાજ અને ચોખ્ખું દૃશ્ય જરૂરી છે.
૧૦. નિર્ણાયકનો નિર્ણય સર્વમાન્ય રહેશે.
૧૧. રજિસ્ટ્રેશન ફોર્મ ગુજરાતીમાં જ ભરવું આવશ્યક છે.
૧૨. તમે તૈયાર કરેલી કૃતિ રજિસ્ટ્રેશન સાથે જ અપલોડ કરવાની રહેશે.
૧૩. સ્પર્ધકોએ બધી જ વિગતો ચોકસાઈથી ભરવી, ફોર્મ સબમિટ કર્યા બાદ ફેરફાર અશક્ય છે.
૧૪. દરેક સ્પર્ધકે ફોર્મ પર આપેલી લિંક દ્વારા સ્પર્ધાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું રહેશે.
૧૫. ઉત્તમ કૃતિઓને મુંબઈ ગુજરાતી સંગઠનની યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે, તો અમારી યુટ્યુબ ચેનલ Mumbai Gujarati Sangathanને અચૂક સબ્સ્ક્રાઇબ કરશો.
૧૬. સમય અને સંજોગો અનુસાર નિયમોમાં ફેરફાર કરવાનો અબાધિત અધિકાર સંગઠનનો રહેશે.
૧૭. આપ વિશ્વના કોઈપણ ખૂણેથી ભાગ લઈ શકો છો.
વધુ વિગતો માટે આપ અમારી વેબસાઈટ mumbaigujarati.orgની મુલાકાત લઈ શકો છો.
આપ અમારી સાથે સોશિયલ મીડિયા પર પણ જોડાઈ શકો છો!
ફેસબુક પેજ https://www.facebook.com/mumbaigujarat/
યુટ્યુબ ચેનલ https://www.youtube.com/channel/UCh_5dQZgKcANOwbVSOcKq9w
ઇન્સ્ટાગ્રામ
https://instagram.com/mumbaigujarati
Brochure
https://drive.google.com/file/d/16IJV2ZU0cGLplSBvZkCJpETq6AY5hNP5/view?usp=drivesdk
વધુ વિગતો માટે સંપર્ક કરો
..
ભાવેશ મહેતા
09869040680
હાર્દિક શાહ
08369030629
કરણ નેગાંધી
08451966903
પાર્થ લખાણી
07802882527
રીપોર્ટર:- ધર્મેશ મહેતા રાજુલા…