માનવજ્યોતને નવું વાહન અપણ કરાયું
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છની મુલાકાતે આવેલા શ્રી ગોપાલભાઈ માવજી ગોરસીયાએ સંસ્થાની પ્રવૃત્તિઓ નજરે નિહાળી, તથા માનસિક દિવ્યાંગોનું આશ્રમજોઈ ખુશી વ્યક્ત કરી હતી. સંસ્થાનાં વાહનો જૂના થઈ ગયા હોઈ નવા વાહનોની જરૂરિયાતને ધ્યાને લઈ શ્રી માવજીભાઈ દેવરાજભાઈ ગોરસીયા ચેરીટેબલ ટ્રસ્ટ ભુજ તથા સહપરિવાર તરફથી માનવજ્યોતને નવું ટાટા ગોલ્ડ છોટા હાથી વાહન અર્પણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ભુજ સ્વામિનારાયણ મંદિર મધ્યે પૂ. પુરાણી સ્વામિમાધવપ્રસાદદાસજી તથા પૂ. કોઠારી સ્વામિધર્મજીવનદાસજીએ ભગવાન સ્વામિનારાયણની પૂજા-અર્ચના અને ધામિક-મંત્રોચ્ચાર વચ્ચે નવા વાહનની ચાવી શ્રી ગોવિદભાઈ માવજીભાઇ ગોરસીયાનાં વરદ્ હસ્તે માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિહ જાડેજા, શંભુભાઈ જોષી તથા આનંદ રાયસોનીને અર્પણ કરી હતી. છેલ્લા ૧૭ વર્ષથી દર બારસનાં ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા માનસિક દિવ્યાંગોને ભોજન કરાવવા તેયાર રસોઈ બનાવીને માનવજ્યોતને આપવામાં આવે છે. માનવતાનાં માનવસેવાનાં કાર્યમાં ભુજ સ્વામિનારાયણ મંદિરનો હરહંમેશ સાથ- સહકાર-સહયોગ મળતો રહે છે. શ્રી રમેશભાઈ માહેશ્વરીએ સંસ્થાવતી દાતાશ્રી પરિવાર ટ્રસ્ટનો આભાર માન્યો હતો.