ભચાઉ માં કોરોના વેકસિન નો બીજો ડોઝ આપવાની આજ થી શરૂઆત.

ભચાઉ તાલુકામાં કોરોના વેકસિન નો બીજો ડોઝ આપવાની શરૂઆત આજ થી ૧૫ ફ્રેબ્રુઆરી થી કરાઈ. જેનું દીપ પ્રાગટય જિલ્લા ના ઇ.એમ.ઓ. ડો.ડી.કે.ગાલા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.એ.કે.સિંઘ, સી.એચ.સી.અધિક્ષક ડો.કે.કુમાર, ડો.અનિલ મેવાડા, ડો.જોષી દ્રારા કરાઈ.
આજે બીજા ડોઝ માં ગત ૧૬ જાન્યુઆરી એ પ્રથમ ડોઝ લીધેલ ડોક્ટર્સ અને પેરા મેડિકલ સ્ટાફ ને અપાશે.
ઈ. એમ.ઓ.ડો.ગાલા તાલુકા હેલ્થ ઓફિસર ડો.એ.કે.સિંઘે જણાવ્યું હતું કે વેકસિન એક્સપર્ટ નું કહેવું છે કે કોરોના વિરુદ્ધ મોટા ભાગ ની વેકસીન બે ડોઝ ને ધ્યાન માં રાખે ને જ બનાવેલ છે.પહેલો ડોઝ શરીર ને ટ્રેઇન કરે છે કે એ વાયરસ ના હુમલા ને કેવી રીતે ઓળખે ? સાથેજ ઇમ્યુન સિસ્ટમ ને બીમારીઓ વિરુદ્ધ શરીર ની ડિફેન્સ સિસ્ટમ હોય છે .બીજા ડોઝ ને બુસ્ટર ડોઝ કહેવાય છે.આ ઇમ્યુન સિસ્ટમ ને વધારે છે.આજ કારણે બીજો ડોઝ લેવો ખૂબ જરૂરી છે.
પ્રથમ ડોઝ લીધેલ ને બીજો ડોઝ સમયસર લેવા તાલુકા હેલ્થ ઓફિસર એ અપીલ કરી છે.