ભુજ નગરપાલીકામાં વોર્ડ નં ૯ નાં ઉમેદવારોને ફોમ ભરવા માટે પહોચવા ન દઈ અને લોકતાંત્રીક વ્યવસ્થા તથા લોકશાહી ના લીરેલીરા ઉડાડયાં તેવા કોંગ્રેસ પક્ષ દ્વારા આક્ષેપ કરાયા

ભાજપ પક્ષ લોકતાંત્રીક રીતે ચૂંટણી જીતી શકે તેમ ન હોતા તેઓએ કપટની રાજનીતી રમી .
પ્રલોભનો આપી અને કોંગ્રેસ પક્ષના વોર્ડ નં ૯ નાં ઉમેદવારો સામે કપટલીલા આચરી છે. ઉપરાંત અગાઉ
ધાક-ધમકી,પ્રલોભન સતા ના જોરે ભાજપ દ્વારા લોકશાહીનું હનન થઈ રહયું છે.ભાજપની નેતાગીરીનાં
ઈશારે કોંગ્રેસનાં વોર્ડ «નં ૯નાં ઉમેદવારનું ફોમ ભરતાં પહેલા અપહરણ કરી જે કુત્ય ભાજપ દ્વારા કરાયું છે.
જે લોકશાહી માટે શમશાર બાબત છે.તે બાબતે સમગ્ર ભુજની પ્રજામાં આકોશ છે. આ ઘટનાને કચ્છ જીલ્લા
કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, ભુજ શહેર .પ્રમુખ રવીન્દ્ર ત્રવાડી, પુર્વ પ્રદેશમંત્રી રફીક મારા, પુર્વ વિપક્ષીનેતા રાજેન્દ્રસિંહ જાડેજા, ફકીરમામદ કુંભાર, ધીરજ રૂપાણી, માનશી શાહ, અંજલી ગોર વિ.એ. સખત શબ્દોમાં વખોડી છે. ઉપરાંત વોર્ડ ૯ની સામાન્ય બેઠકનાં ઉમેદવાર જયેશ ચંદુલાલ ઠકકરનું ફોર્મ છેલ્લી ઘડીએ સહીના મુદે અમાન્ય ઠેરાવતા ચુંટણી અધિકારી ઓ પણ ભાજપના ઈશારે ચાલી લોકશાહીને ગળે ટુપો આપેલ છે જે બાબતને ભુજના ભવિષ્ય માટે દુખદ અને ”કાળી ટીલી” સમાન ગણાવી હતી. આ મુદે કોંગ્રેસપક્ષનાં સીનીયર એડવોકેટો સર્વશ્રી વાલજીભાઈ મહેશ્વરી એ ધારદાર દલીલો કરી હતી તેઓની સાથે એડવોકેટ રાજેશ વિંઝોડા જોડાયા હતા.આ બાબતે કોંગ્રેસપક્ષ ગુજરાત હાઈકોર્ટમાં દાદ મેળવશે ઉપરાંત વોડ નં ૯ મા જે ભાજપના નેતાઓ એ :લોકશાહી ને લજવી છે. તેના વિરૂધ્ધ જમીનો કૌભાડ, બીનઅધિકૃત દબાણો, સરકારી જમીનો-પર હોટલોનાં નામે કબ્જાઓ વિ. બાબતે પ્રજાસમક્ષ લઈ જઈ, આવા ભ્રષટાચારીઓનો પદાફાર્સ પ્રચાર દરમીયાન કરાશે ભુજની પ્રજા ચોકકસ પરીવર્તન લાવી ભ્રષ્ટ શાસનની મંછા ધરાવતા લોકોને ધૈર બેસાડશે તેવુ કચ્છ જીલ્લા કોંગ્રેસ દ્રારા જણાવાયું