જામનગરના ઠેબા ચોકડી પાસે બે સી.એન.જી. રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત : ૪ વ્યકિતને ઇજા : ૧ ગંભીર
જામનગરના ઠેબા ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો.બે સીએનજી રીક્ષા તેમજ એક ફોરવિલ કાર વચ્ચે અકસ્માત સર્જાતાં જામનગર થી મોટા થાવરિયા જતા મોટા થાવરિયાના ૪ વ્યકિતને ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોમાંથી ૧ વ્યકિતની હાલત ગંભીર છે. હાલ તમામ ને સારવાર અર્થે જામનગર ની જીજી હોસ્પિટલ ખસેડાયા છે