ગઢશીશા વિસ્તારના હમલા ગામ પાસેથી બીલ કે આધાર પુરાવાઓ વગરનું ૪૫૦ લિટર ઓઇલ તથા બોલેરો ગાડી સાથે એક ઈશમને પકડી પાડતી ગઢશીશા પોલીસ
માંડવી તાલુકાના હમલા ગામના રોડ પાસેથી બોલેરો ગાડીમાં આધાર પુરાવા વગરનો બોલેરો ગાડીમાં બેરલમાં ભરીને ઓઇલનો જથ્થો લઇ જતા એક શખ્સને પકડયો હતો. પવનચક્કીમાં ઉપયોગમાં લેવાતો 450 લીટર ઓઇલ મળી 6.93 લાખની માલમતા ગઢશીશા પોલીસે કબજે કરી હતી.પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, તાલુકાના હમલા ગામના રોડ પર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બોલેરો નંબર જીજે 12 બીએકસ 8139 વાળીને રોકાવી ચેક કરતા તેમાં ઓઇલના 6 બેરલ હતા, જેમાં ત્રણ ઓઇલથી ભરેલા હતા બીજા ખાલી હતા. ઓઇલ સંદર્ભે કોઇ બીલ કે આધાર પુરાવા ન હોવાથી કબજે કરાયું હતું. પોલીસે ઓઇલ 450 લીટર કિંમત 90 હજાર, બેરલ નંગ 6 કિંમત 6 હજાર અને બોલેરો કિંમત 6 લાખ મળી કુલ 6,93,000નો મુદ્દામાલ કબજે કરી મેગાભાઇ જેશાભાઇ રબારી (રહે. ઘોડાલખ, માંડવી)વાળા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.