કોરોના કહેરને કારણે બંધ કરાયેલા શાળાઓમાં આજે ઉપલેટામાં પણ ધોરણ ૬ થી ૯ ના વિદ્યાર્થીઓની શાળાઓ શરૂ કરવામાં આવી.

સમગ્ર વિશ્વમાં કહેર મચાવનાર કોરોના વાયરસને કારણે શાળા-કોલેજો બંધ કરાઇ હતી જેમાં તબક્કાવાર શાળાઓ અને કોલેજો શરૂ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે સરકારના સુચન અનુસાર ઉપલેટામાં પણ ધોરણ ૬ થી ૯ ના વિદ્યાર્થીઓની શાળાઓ શરૂ કરવામાં આવી છે જેમાં ધોરણ ૬ થી ૯ ના વિદ્યાર્થીઓને આજથી શાળામાં અભ્યાસ કરવવા માટેની શાળાઓને પરવાનગી મળી ગઈ છે ત્યારે આ વિદ્યાર્થીઓને શાળાઓ તરફથી સંપૂર્ણ તકેદારી રખવામાં આવી રહી છે જેમકે માસ્ક પહેરવું ફરજીયાત, હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ કરવો તથા સ્ક્રીનીંગ કરાવી ઉપરાંત વાલીઓના સંમતિ પત્ર સાથે પ્રવેશ કરાવવામાં આવ્યો હતો ત્યારે આ શાળા શરૂ થતાં ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ મયુરભાઈ સુવા પ્રમુખ મંજુલાબેન માકડીયા દ્વારા આ ધોરણ ૬ થી ૯ ના વિદ્યાર્થીઓની શાળા શરૂ કરાવવામાં આવી ત્યારે તેમના ઉપસ્થિતિમાં તમામ વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા કરાઈ અને તમામને સૂચનાઓ સાથે શાળાના વર્ગખંડોમાં અભ્યાસ શરૂ કરવામાં આવ્યા હતા અને કોરોના સાવચેતીની ગાઇડલાઇન મુજબ તમામ વિદ્યાર્થીઓને અભ્યાસ દરમ્યાન પૂર્ણતઃ પાલન થાય તેની પૂરી તકેદારી શાળાઓ તરફથી રાખવામાં આવી રહી છે. સરકારની સૂચના અનુસાર શરૂ કરવામાં આવી રહેલી શાળાની શરૂઆત અર્થે આવેલા ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ વગેરેનું આ તકે સન્માન પણ કરવામાં આવ્યું હતું અને પુષ્પગુચ્છથી તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. રીપોર્ટર:- જયેશ મારડિયા-ઉપલેટા