જિલ્લાબ/મધ્યપસ્થ/તાલુકા સેવાસદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજયામાં ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા કે ઉપવાસ ઉપર બેસવા મનાઇ
જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્લા/તાલુકા સેવાસદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર અનુસૂચિમાં જણાવ્યા મુજબ જિલ્લા સેવાસદન, ભુજ તથા મધ્યસ્થ સેવાસદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્દ્રા, નખત્રાણા, અબડાસા, નલિયા, દયાપર, મુન્દ્રા, માંડવી, ગાંધીધામ, અને રાપર તાલુકા સેવાસદનની બહાર કે અંદર જિલ્લા/મધ્યસ્થ/તાલુકા સેવાસદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઇ મંડળી બનાવી ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા કે ઉપવાસ ઉપર બેસવા મનાઇ ફરમાવવાનું જરૂરી જણાય છે.
જેથી ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૭(૩) થી તેમને મળેલ સતાની રૂએ શ્રી કુલદીપસિંહ ઝાલા, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ-ભુજ દ્વારા આ જાહેરનામા અન્વયેનો અમલ તા.૧૯/૦૨/૨૦૨૧ સુધીની મુદત માટેનો રહેશે. તેમજ અનધિકૃત/ગેરકાયદેસર રીતે કોઇપણ વ્યકિતએ/વ્યકિતઓને એકી સાથે કોઇપણ જગ્યાએ ભેગા થઇને કોઇ મંડળી બનાવી ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા, ઉપવાસ કે આમરણાંત ઉપવાસ પર બેસવા માટે મનાઇ ફરમાવી છે.
આ જાહેરનામા અન્વયે ફરજ પર સરકારી નોકરી અથવા રોજગારમાં હોય તે વ્યકિતઓને, ફરજ પર હોય તેવી ગૃહરક્ષકદળની વ્યકિતઓને, લગ્નના વરઘોડા તથા સ્મશાનયાત્રાને, અત્રેથી, સક્ષમ અધિકારી તરફથી આપવામાં આવેલ ખાસ કિસ્સા તરીકે પરવાનગીને, સરકારશ્રી દ્વારા આયોજિત કાર્યક્રમો કે અભિયાનને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનારને અધિનિયમની કલમ-૧૩૫ની પેટા કલમ-૩ તથા ભારતીય દંડ સહિતા ૧૮૬૦ના પ્રકરણ-૧૦ ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે