કુંભમેળાના મુલાકાતીઓમાં કોવીડ-૧૯ નું સંક્રમણ અટકાવવા ભારત સરકાર દ્વારા SOP જાહેર કરાઈ
ચાલુ વર્ષે તા.ર૭/ર/૨૦૨૧ થી ર૭/૪/૨૦૨૧ દરમિયાન કુંભ મેળો હરિદ્વાર ખાતે યોજાનાર છે. આ મેળાથી કોરોના વાયરસ નું સંક્રમણ ન વધે ને મેળો સુરક્ષિત રીતે સંપન્ન થાય અને યાત્રીકો સંપૂર્ણ તકેદારી /સાવચેતી સાથે મેળાની મુલાકાત લે તે માટે ઉતરાખંડ સરકાર વ્યવસ્થિત અને સુચારૂ આયોજન કરી રહી છે.
ભારતભરના વિવિધ રાજયોમાંથી શ્રધ્ધાળુઓ મુલાકાતે આવાના હોઈ ભારત સરકારશ્રી દ્વારા કોરોના સંક્રમણ ને અટકાવવા ખાસ SOP જાહેર કરેલ છે જેના મુખ્ય અંશો નીચે મુજબ છે. ૬૫ વર્ષથી મોટી ઉંમરની વ્યકિત અને ૧૦ વર્ષ થી નાના બાળકો, ડાયાબીટીક, બ્લડપ્રેસર, હદય, કિડની, ફેંફસા-મગજની બિમારી, કેન્સર કે અન્ય બિમારીવાળા વ્યકિતઓ તેમજ સગર્ભાબહેનો એ આ મુલાકાત ટાળવી હિતાવહ છે. નિયત નમુનામાં આરોગ્ય નું પ્રમાણપત્ર કુંભમેળામાં પ્રવેશ કરતી વખતે રજુ કરવું જરુરી છે. વધુમાં વધુ ૭૨ કલાક પહેલાનું નિયત નમુનામાં નેગેટીવ RTPCR રીપોર્ટ કુંભમેળામાં પ્રવેશ કરતી વખતે રજુ કરવું જરુરી છે. શ્રધ્ધાળુઓએ મુલાકાત પહેલાં ઉતરાખંડ સરકારના પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું જરુરી છે. તેમજ aarogaya setu એપનો ઉપયોગ મુલાકાત દરિમયાન સતત કરવાનું છે. કોરોના અટકાયતી પગલા જેવા કે સામાજિક અંતર, માસ્ક પહેરવું, વારંવાર હાથ ધોવા કે સેનીટાઈઝ કરવા, પોતાની આરોગ્યની સ્વચકાસણી વગેરેની અમલવારી સમગ્ર પ્રવાસ દરમિયાન કરવાનું સુચવેલ છે.
જીલ્લા વહીવટીતંત્ર તેમજ જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કુંભમેળાની મુલાકાત લેવાની ઈચ્છા ધરાવતા કચ્છના શ્રધ્ધાળુઓને ભારત સરકારશ્રીની ઉકત SOPની અમલવારી કરવા ભલામણ સહ વિનંતી કરવામાં આવે છે તેવું મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી જીલ્લા પંચાયત કચ્છ-ભુજ દ્વારા જણાવાયું છે.