દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં તોફાની પવન, વીજળીના ચમકારા સાથે વરસાદ

દાહોદના કતવારામાં કરા પડ્યા: દાહોદ ડાંગ નસવાડી સહિતના વિસ્તારોમાં ચોમાસા જેવું વાતાવરણદક્ષિણ ગુજરાતના નસવાડી ડાંગ દાહોદ આહવા બોરખલ ગલકુંડ જાખાના સહિતના અનેક વિસ્તારોમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તોફાની પવન તથા વીજળીના ચમકારા સાથે વરસાદ પડ્યો હતો.નસવાડીમાં ભારે વરસાદને કારણે કપાસને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું સીસીઆઇ દ્વારા હાલ ખરીદી ચાલી રહી છે અને તેનો કપાસ ખુલ્લામાં પડ્યો હોવાથી માવઠાને કારણે મોટું નુકસાન થયું છે દાહોદના કતવારા ગામે બરફના કરા પડયા હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે. તોફાની પવનના કારણે આહવામાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો અને લોકો હેરાન-પરેશાન થઇ ગયા હતા.સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે લઘુત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર કરી ગયો છે ઊનાળાની સિઝન શરૂ થઇ ગઇ હોય તેમ સવારથી જ આકરો તાપ શરૂ થઈ ગયો છે ડીસા રાજકોટ કેશોદ પોરબંદર વેરાવળ ભુજ નલિયા સુરેન્દ્રનગર કંડલા અમરેલી ગાંધીનગર મહુવા દીવ અને વલસાડમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીને પાર કરી ગયું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજથી તાપમાનનો પારો વધુ ઊંચકાશે અને બેથી ચાર ડિગ્રી જેટલું લઘુતમ તથા મહત્તમ તાપમાન વધી જશે.