અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર ગામે ધોરણ ૬ થી ૮ સરકારની ગાઈડલાઈન મુજબ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું
રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ ધોરણ ૬ થી ૮ના વર્ગખંડ શરૂ કરવાનો નિર્ણય લીધા બાદ આજરોજ રાજુલાના ડુંગર ગામે પ્રાથમિક કુમાર શાળા નંબર :૧ અને કન્યા શાળામા ધોરણ 6 થી 8 સરકારની ગાઈડ લાઈન મુજબ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં આજે પ્રથમ દિવસે પ્રાથમિક કુમાર શાળા અને કન્યા શાળાઓમા સરકારની ગાઇડલાઇન મુજબ તમામ બાળકોને સેનેટાઈઝ થી હાથ સાફ કરવામાં આવ્યા , તેમજ ફરજિયાત પણે માસ્ક પહેરી , સોશિયલ ડિસ્ટન્સ સાથે બાળકોને બેસાડી સમજણ આપ્યા બાદ, શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જોકે આજે રાજુલા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારની તમામ પ્રાથમિક અને પ્રાઇવેટ શાળાઓમા ધોરણ 6 થી 8 નુ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
રીપોર્ટર:- ધર્મેશ મહેતા રાજુલા