કચ્છ માં હેડ કોન્સ્ટેબલને ફોન ઉપર ગાળો બોલવાનું પડ્યું ભારે

ચાર વર્ષ જૂની એક ઘટનામાં પશ્ચિમ કચ્છનાં એક હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ભુજમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG)માં ફરજ બજાવતી વેળાએ હેડ કોન્સ્ટેબલે મોબાઈલ ફોનમાં ગાળો બોલી હતી. આ અંગેનો એક વિડિઓ-ઓડિયો વાયરલ થયા બાદ પશ્ચિમ કચ્છનાં એસપીએ હાલ જખૌ પોલીસ સ્ટેશનમાં તૈનાત હેડ કોન્સ્ટેબલને ગુરુવારે સસ્પેન્ડ કરી દીધો છે. 

પોલીસની કાર્યવાહી અંગે સવાલો કરતો એક વિડિઓ થોડા દિવસ પહેલા વાયરલ થયો હતો. આ વિડીઓમાં હસમુખ પટેલ નામનાં એક વ્યક્તિ એક ઓડિયો ક્લિપ સંભળાવે છે. જેમાં વર્ષ 2016માં એસઓજી, ભુજમાં ફરજ બજાવતો રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નામનો હેડ કોન્સ્ટેબલ ગાળો આપે છે. ચાર વર્ષ જુના આ પ્રકરણમાં પશ્ચિમ કચ્છનાં કડક અને પ્રામાણિક એસપીએ તપાસ કર્યા પછી તેને ફરજ મોકૂફનો આદેશ કર્યો છે. મોબાઈલ ફોન ઉપર વાળો આપવાની વાત તેમના ધ્યાનમાં તરત જ તપાસ કરવામાં આવી હતી અને ત્યાર બાદ IPS અધિકારી એવા એસપી સૌરભસિંગએ સસ્પેનશનનો આકરો નિર્ણય લેતા પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે.