મોરબીના જેતપર રોડ પર અકસ્માત સર્જાયો
મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં શિવ પાર્ક સોસાયટીમાં રહેતા યુવક મોરબીના જેતપર રોડ પર આવેલ પર ગામની સીમમાં રામદુત પેટ્રોલ પંપ પાસેથી પોતાનું બાઇક લઇને જઈ રહ્યા હતા. ત્યારે ટ્રક ટ્રેલર નંબર જીજે 12 બી એક્સ 6101 ના ચાલકે ઝડપે થી ડ્રાઇવિંગ કરી અચાનક જ ડાબી બાજુ ટર્ન મારતા બાઈકને ટક્કર મારી લીધો હતો. આ થી બાઇક ચાલક નીચે પડ્યા હતા અને તેના પગ ઉપરથી ટ્રકનું વ્હીલ ફરી ગયું હતું અને આ અકસ્માત સર્જાવી ને ટ્રક ડ્રાઈવર ભાગી ગયો હતો. આ અંગે હાલમાં બાઇક ચાલકે મોરબી તાલુકા પોલીસ મથક મધ્યે ગુનો નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.