જૂનાગઢ જોશીપુરા વિસ્તારમાં ઘરમાં ઘુસી ચોરી કરનાર ચીખલીકર ગેંગના બે સાગરીતો ઝબ્બે

સોનાના ઘરેણાં. સહિત ૬..000 મુદામાલ ઝડપાયો જુના તાળાની ચાવી બનાવવાના બહાના હેઠળ ઘરમાં ઘૂસી જઈ તિજોરી, કબાટમાં હાથ ફેરો કરી જતા ચીખલીકર ગેંગના બે આરોપીને જૂનાગઢ પોલીસે પકડી પડી રૂ. ૬.૨૦.000 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.જૂનાગઢ જિલ્લા પોલીસ અધિકારીએ પત્રકારોને આપેલી બાતમી ના આધારે, તાજેતરમાં બી ડિવિઝન પોલીસ મથકે ખાતે રૂપિયા ૨.૫૨.000 ની ચોરી અંગે ફરિયાદ નોધાય હતી અને આ ચોરીનો બનાવ બનતા ભેદ ઉકેલવા જુનાગઢ વિભાગીય ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા અને પીએસઆઇ એ કે પરમારને સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હતું, તે અંગે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સ્ટોર્સના માધ્યમથી પ્રયત્નો ચાલુ હતા.તે દરમિયાન એલસીબીને હકીકત માહિતી મળી હતી કે, આ ચોરી કરનાર ચીખલીકર ગેંગના બે આરોપી જોશીપરા વિસ્તારમાં આવી પહોચયા…