પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ચુંટણી માટે કડક પગલાં લેવા મા આવ્યા
હાલ રાજ્યમાં ચુંટણી નો માહોલ ચાલી રહ્યો છે ત્યારે નગરપાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણી ને અનુલક્ષીને પુર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા બોર્ડર રેન્જના આઇજીપી જે. આર. મોથાલીયા ની સુચના થી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મયુર પાટીલ ના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ અંજાર ભચાઉ ડીવીઝન હેઠળ ના પોલીસ મથકમાં ચૂંટણી ને અનુલક્ષીને કડક કાર્યવાહી કરવામાં આવી છે જેમાં જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં લાયસન્સ ધરાવતા કુલ 726 જમા કરવામાં આવ્યા છે નાસતા ફરતા કુલ 541 માંથી 72 ને પકડી પાડવામાં આવ્યા છે બિન જામીનપાત્ર વોરંટ 668 ની બજવણી કરવા મા આવી છે ચુંટણી દરમિયાન કોઈ ખલેલ ના થાય તે માટે 3648 ના અટકાયતી પગલાં લેવામાં આવ્યા પાસા મા 16 તડીપાર કરવામાં આવ્યા છે તો અન્ય જુદી જુદી કલમો હેઠળ 3622 સામે પગલાં લેવા મા આવ્યા હતા મુખ્ય ચેક પોસ્ટ આડેસર અને સુરજબારી ઉપરાંત અગિયાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે જેમાં કુલ 10130 વાહનો નું ચેકીંગ કરવામાં આવ્યું હતું જેમાં 10 વાહનો મા વાંધાજનક વસ્તુઓ મળી આવતા કાયદાકીય પગલાં લેવામાં આવ્યા છે જિલ્લામાં હિસ્ટ્રીસિટરો અને એમસીઆર ની ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે અને આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ચુંટણી દરમિયાન વિદેશી દારૃ અને દેશીદારુ ની બદી ના ફેલાય તે માટે લીસ્ટેડ 151 બુટલેગર અને 3 જુગારીઓ પર રેડ કરવામાં આવી છે જેમાં વિદેશી દારૃ 36.32.770/= દેશીદારુ 28320/= મળી ને વાહનો અને સરસામાન સહિત કુલ 66.98.290/= નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતોઆમ પૂર્વ કચ્છ પોલીસ વિભાગમાં ચુંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મયુર પાટીલ અંજાર ડીવાયએસપી વાધેલા ગાંધીધામ ડીવાયએસપી વી. આર. પટેલ. ભચાઉ ડીવાયએસપી કે. જી. ઝાલા. એલસીબી ના પી. આઇ. એસ. એસ. દેસાઈ પીએસઆઇ બી. જે. જોષી એસઓજી પી. આઇ. વી. પી. જાડેજા પીએસઆઈ એન. કે. ચૌધરી સહિત તમામ પોલીસ મથકોના અધિકારીઓ એ કામગીરી હાથ ધરી છે