રાપર તાલુકાના પલાંસવા જીલ્લા પંચાયત સીટ હેઠળના ભુટકીયા તાલુકા પંચાયત સીટ હેઠળના પદમપર ગામ મધ્યે ગ્રામજનો સાથે ચુંટણીલક્ષી સંવાદ યોજાયો.
સમગ્ર રાજ્ય માં હાલ સ્થાનિક સ્વરાજ ની ચુંટણીના ઢોલ નગારા વાગી રહ્યા છે ત્યારે રાપર તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતના ઉમેદવારો દ્વારા પણ પુરા જુસ્સા સાથે પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે ત્યારે આજ રોજ રાપર તાલુકાના પદમપર ગામ મધ્યે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના પલાંસવા જીલ્લા પંચાયત સીટ હેઠળના ભુટકીયા તાલુકા પંચાયત હેઠળના પદમપર ગામ મધ્યે કરછ જીલ્લા કોંગ્રેસ અગ્રણી અને યુવા રાહબર અને વાગડની નાનામાં નાની સમસ્યામાં હરહંમેશા જોશ અને જુસ્સા સાથે લડત આપતા કોંગ્રેસ અગ્રણી ભચુભાઈ આરેઠીયા ની આગેવાની હેઠળ પદમપર ગ્રામજનો સાથે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભુટકીયા તાલુકા પંચાયત સીટના યુવા ઉમેદવાર મહેન્દ્રભાઇ રાયમલભાઈ મઢવી તેમજ પલાસવા જિલ્લા પંચાયત સીટના યુવા અને બાહોશ ઉમેદવાર એડવોકેટ બળદેવસિંહ ધર્મેન્દ્રસિંહ પરમાર , ભરતભાઇ રાયમલભાઈ મઢવી(સરપંચ શ્રી માખેલ ગ્રામ પંચાયત) , વિનયભાઈ પરસોડ ઉપરાંત ભુટકીયા તાલુકા પંચાયત સીટ હસ્તક આવતા વિવિધ ગામોના ગામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.જે પ્રસંગે કરછ જિલ્લા કોંગ્રેસ અગ્રણી શ્રી ભચુભાઇ ધરમશીભાઈ આરેઠીયા એ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.તેમજ ભુટકીયા તાલુકા પંચાયત સીટના યુવા ઉમેદવાર મહેન્દ્રભાઇ રાયમલભાઈ મઢવી એ હાજર રહેલ લોકો ને અચુક મતદાન કરવા જણાવાયું હતું તેમજ પ્રજાના હિત લક્ષી કામો કરવા ઉપરાંત ભુટકીયા તાલુકા પંચાયત સીટ હેઠળ ના સર્વે ગામોનો સર્વાંગી વિકાસ કરવાનું વચન આપ્યું હતું.આ પ્રસંગે પલાસવા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર એડવોકેટ બળદેવસિંહ ધર્મેન્દ્રસિંહ પરમાર અને ભરતભાઇ મઢવી એ પ્રાસંગિક પ્રવચન આપી હજાર લોકો ને બહોળી સંખ્યામાં મતદાન કરી જીત અપાવવા અને હાજર રહેલાઓ નો આભાર માન્યો હતો. તેમજ આ પ્રસંગે સ્થાનિક લોકો અને કાર્યકરો બહોળી સંખ્યામાં હજાર રહી જંગી બહુમત થી જીત નો દ્રઢ નિશ્ચય પુરવાર કર્યો હતો.