આનંદના ગરબાના કાર્યક્રમમાં અરજણભાઈ ભુડિયાની ટીમે માતાજીના આર્શીવાદ મેળવ્યા
માધાપર જુનાવાસ વિસ્તારમાં યોજાયેલ આનંદના ગરબાના કાર્યક્રમમાં આઘેવાન અરજણભાઈ ભુડિયાએ માતાજીના દર્શન કરીને આર્શીવાદ મેળવ્યા હતા આ તકે અરજણભાઈ ભુડિયાએ જણાવ્યું હતું કે અમારી ટિમ જુનાવાસ અને નવાવાસ વિસ્તારમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી લડી રહી છે આ ટીમને આપ સૌ જંગી બહુમતીથી વિજયી બનાવો,જેથી કરીને નવાવાસની જેમ જુનાવાસનો પણ વિકાસ કરી શકાય, આપના વિસ્તારની ખૂટતી કડીઓ અમારી ટિમ ઝડપભેર પુરી કરશે,તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો આ તકે જિલ્લા પંચાયત સીટના સવિતાબેન સંજયભાઈ ભુડિયા,જુનાવાસ સીટના ઉમેદવાર નર્મદાબેન પટેલ,દમૂબેન વરસાણીએ માતાજીના આર્શીવાદ મેળવ્યા હતાઆ તકે વાડીલાલ પટેલ,મુકેશ વરસાની,નિલેશ ચૌહાણ,શક્તિસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા