કોંગ્રેસના પ્રદેશ નેતા અરજણભાઈ ભુડિયાની પેનલના મહિલા ઉમેદવારોને માધાપર જુનાવાસના લોકોએ હોંશે હોંશે આવકારી જીતનો વિશ્વાસ અપાવ્યો હતો
ભુજ તાલુકાના માધાપર ગામે જિલ્લા પંચાયત સીટ અને તાલુકા પંચાયતની 4 સીટ પર કોંગ્રેસના અરજણભાઈ ભુડિયાની પેનલના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે આ ઉમેદવારોને પ્રચાર દરમિયાન પ્રચડ જનસમર્થન મળી રહ્યું છે શેરીએ શેરીએ અને તમામ વિસ્તારોમાં લોકો સામે ચાલીને કોંગ્રેસને આવકાર આપી રહ્યા છે આ દ્રશ્યો જ આ વિસ્તારમાં કોંગ્રેસની જીત નક્કી હોવાની વાત સાબિત કરે છે .આ વખતે માધાપર ગુજરાઈટ થશે તેમાં બેમત નથી….નોંધનીય છે કે જિ.પં. 20-માધાપર સીટના ઉમેદવાર સવિતાબેન (સીતાબેન) સંજય અરજણ ભુડીયા,તા.પં.18 માધાપર જુનાવાસ 1 સીટના ઉમેદવાર દમુબેન મુકેશ વરસાણી, તા.પં.19 માધાપર જુનાવાસ 2 સીટના ઉમેદવાર નર્મદાબેન વાડીલાલ પટેલ,તા.પં. 20 માધાપર નવાવાસ 1 સીટના ઉમેદવાર અમૃતબેન પરેશભાઈ ગામી અને તા.પં 21 માધાપર નવાવાસ 2 સીટના ઉમેદવાર ભાવના રમેશ વોરાને પ્રચાર દરમિયાન પ્રચડ પ્રતિસાદ મળી રહ્યો છે માધાપરની સુરક્ષા સોસાયટી વિસ્તારના રહેવાસીઓએ પોતાની સમસ્યા અરજણભાઈ સમક્ષ વર્ણવી હતી અરજણભાઈએ ખાતરી આપી હતી કે અમારી ટિમ ચોક્કસ સમસ્યાનું નિરાકરણ કરશે,એક વખત પરિવર્તન લાવવાની જરૂરિયાત છે આ સભામાં લોકોએ ટીમને આવકાર્યા હતા.