રાપર તાલુકા મા ચુંટણી માટે ઈવીએમ દ્વારા મતદાન જાગૃતિ લાવવા માટે તંત્ર ની તડામાર તૈયારીઓ

આગામી સમયમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચુંટણી ને અનુલક્ષીને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે કચ્છમાં જિલ્લા કલેકટર પ્રવિણા ડી. કે. ના માર્ગદર્શન હેઠળ રાપર તાલુકા મા પણ તૈયારીઓ ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે રાપર તાલુકા મા ચુંટણી અધિકારી કિરણસિંહ વાધેલા ના વડપણ હેઠળ તાલુકા મામલતદાર એચ જી પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ રાપર તાલુકા મા ચુંટણી માટે વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી ગયો છે તંત્ર દ્વારા ગામે ગામ ઝોનલ ઓફિસર અને ટીમ દ્વારા ગામે ગામ ઈવીએમ દ્વારા મતદાન અંગે લોકોને જાગૃત કરવા માટે નિદર્શન કરવામાં આવી રહ્યું છે અને રાપર મોડર્ન સ્કૂલ ખાતે અલાયદી વ્યવસ્થા ચુંટણી માટે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે આ સ્કુલ ખાતે નાયબ મામલતદાર મહેશ ઠક્કર તાલુકા વિકાસ અધિકારી રાઠવા નાયબ મામલતદાર સામતભાઈ મકવાણા નિકલ સિંહ વાધેલા વિપુલસિંહ જાડેજા ડી. પી. રાઠોડ એટીડીઓ જીગ્નેશ પરમાર સહિત ની ટીમ દ્વારા રાપર તાલુકા ના 188 બુથો માટે ઈવીએમ મશીન ને ઇન્સટોલ કરવા માટે ની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ઇવીએમ નું ચેકીંગ હાથ ધર્યું છે ઉપરાંત અન્ય તમામ ચુંટણી ને લગતી તમામ કામગીરી ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આમ તંત્ર દ્વારા રાપર તાલુકા મા જિલ્લા અને તાલુકા ની ચુંટણી નિષ્પક્ષ રીતે થાય તૈ માટે કામગીરી તરફ આગળ વધી રહી છે