માધાપર જુનાવાસમાં કોંગ્રેસની પેનલને જનતાનું સંપૂર્ણ સમર્થન

માધાપર જુનાવાસના નાગરિકો આ વખતે લાવશે પરિવર્તન,કોંગ્રેસનો થશે ભવ્ય વિજય

ભુજ તાલુકાના માધાપર ગામે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ નેતા અરજણભાઈ ભુડિયાની પેનલને સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે માધાપર નવાવાસમાં જે રીતે અરજણભાઈ ભુડિયા દ્વારા વિકાસકાર્યો કરવામાં આવ્યા છે તે જોઈને જુનાવાસના મતદારો પણ પ્રભાવિત થઈ ગયા છે આજે જુનાવાસમાં કોંગ્રેસની પેનલના ઉમેદવારો દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો તે દરમિયાન અહીંના સ્થાનિકોએ ઉમેદવારોને ફૂલ હાર પહેરાવી કુમ કુમ તિલક કરી ભવ્ય આવકાર આપ્યો હતો…અરજણભાઈ ભુડિયા દ્વારા જે રીતે વિકાસકામો કરવામાં આવ્યા છે તે જોઈને માધાપર જુનાવાસ, ભુજોડી અને વર્ધમાનનગર ના લોકો પણ અરજણભાઈને જીતાડવા માટે તતપર છે હાલની સ્થિતિએ માહોલ કોંગ્રેસ તરફી દેખાઈ રહ્યો છે જિ.પં. 20-માધાપર સીટના ઉમેદવાર સવિતાબેન (સીતાબેન) સંજય અરજણ ભુડીયા,તા.પં.18 માધાપર જુનાવાસ 1 સીટના ઉમેદવાર દમુબેન મુકેશ વરસાણી,તા.પં.19 માધાપર જુનાવાસ 2 સીટના ઉમેદવાર નર્મદાબેન વાડીલાલ પટેલ, તા.પં. 20 માધાપર નવાવાસ 1 સીટના ઉમેદવાર અમૃતબેન પરેશભાઈ ગામી તેમજ તા.પં 21 માધાપર નવાવાસ 2 સીટના ઉમેદવાર ભાવના રમેશ વોરાને જનતાનું સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે અરજણભાઈ ભુડિયાની પેનલના ઉમેદવારોને જીતાડવા માટે ઠેરઠેર પોસ્ટરો પણ લાગ્યા છે લાઉડ સાથેની રિક્ષામાં પ્રચાર કરાઈ રહ્યો છે માધાપર જુનાવાસના મતદારોએ પણ આ વખતે કોંગ્રેસને જીતાડવા માટે મન બનાવી લીધું છે આજે માધાપર જુનાવાસમાં વિશ્વકર્મા સોસાયટી, સૂર્ય વંશી નગર ,ખાના ચોક,મતીયા કોલોની,સુરક્ષા સોસાયટી સહિતના એરિયામાં પ્રચાર દરમિયાન અરજણભાઇની પેનલને સંપૂર્ણ સમર્થન મળ્યું હતું આજે ઉમેદવારોએ કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ સ્વ .નરેશભાઈ મહેશ્વરીની સમાધિ સ્થળે જઈને આર્શીવાદ મેળવ્યા હતા, ત્યારબાદ અહીંના શ્રી લાખા મતીયદેવના મંદિરે દર્શન કર્યા હતા,ત્યારબાદ કાશી વીસવનાથ મહાદેવ મંદિરના દર્શન કર્યા હતા અરજણભાઈ ભુડિયાની પેનલ જંગી બહુમતીથી વિજયી બનશે તેવો સૌ કોઈનો નારો છે,વેપારીઓએ પણ ટીમને આવકારી હતી